• રવિવાર, 15 નવેમ્બર, 2026

હસીનાની વાપસી માટે ભારતની બે શરત

નવી દિલ્હી, તા. 14 : પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી માટે ભારતે બાંગલાદેશ સામે બે શરત રાખી છે. ભારતીય અધિકારીઓ ઈચ્છે છે કે, બાંગલાદેશની સેના ખુદ ભારત આવે અને હસીનાને સાથે તેડી જાય. બીજી મહત્ત્વની શરતરૂપે ભારત ઈચ્છે છે કે, બાંગલાદેશની અદાલતે આપેલી મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાનો હસીનાને મોકો મળે. સાથોસાથ જુલાઈ-2024માં થયેલી હિંસા સાથે જોડાયેલા આરોપો પર પણ નવેસરથી સુનાવણી કરવા ભારતે અપીલ કરી હતી. ભારતે કહ્યું હતું કે, ફાંસીની સજા વિરુદ્ધ નિષ્પક્ષ સુનાવણીનો ભરોસો બાંગલાદેશ સરકાર તરફથી અપાવો જોઈએ. શેખ હસીના પાંચમી ઓગસ્ટ-2024ના દિવસે સૈન્ય વિમાનમાં ભારત આવ્યા હતા. હવે પાછા તેડી જવા હોય તો તે જ રીતે બાંગલાદેશી સેનાએ ભારત આવવું પડશે. આમ, બાંગલાદેશ સૈન્ય વિમાન દિલ્હી મોકલી શકે છે અથવા પોતાની સેના મારફતે તેમને સીમા સુધી લાવી શકે છે. ભારત આવી શરતો પળાય તો સમગ્ર પ્રક્રિયા માટે જે કંઈ પણ જરૂરી જણાશે, તે તમામ વ્યવસ્થા કરી આપવા તૈયાર છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd