ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના મેઘપર-બોરીચી
વિસ્તારમાં અગમ્ય કારણોસર અશ્વિનભાઈ જયસુખભાઈ
લોચા (ઉ.વ. 24)એ
ગળેફાંસો ખાઈને જીવન ઉપર પૂર્ણવિરામ મુક્યું હતું. મેઘમાયા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈએ
કોઈ કારણોસર પોતાના ઘરે ગત તા. 13/11 રાત્રિના 1 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાધો
હતો. તેમને સારવાર તળે લવાતાં રામબાગ હોસ્પિટલના ફરજ ઉપરના તબીબ ડો. નેહા યાદવે તેમને
મૃત જાહેર કર્યા હતા. હતભાગીએ કયાં કારણોસર આ પ્રકારે અંતિમ પગલું ભરી લીધું હશે, તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.