ભુજ, તા. 14 : માંડવી
તાલુકાના કોજાચોરાની સીમમાં પવનચક્કીમાંથી 40 હજારની પ્લેટ સહિતની ચોરી થયાની
ફરિયાદ નોંધાઇ છે. આજે કોડાય પોલીસ મથકે ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરે નોંધાવેલી
ફરિયાદ મુજબ તેમના હેઠળની કોજાચોરાની સીમમાં આવેલી બે પવનચક્કીઓમાંથી ગત તા. 15/4/26ના
મધ્યરાતથી સવાર સુધી આઠ કોપર પ્લેટ અને વાયર
એમ કુલ્લે રૂા. 40,000ના મુદ્દામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી
હતી અને તોડફોડ કરીને અંદાજે રૂા. 10,000નું નુકસાન કર્યું હતું. પોલીસે
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.