માનકૂવામાં યુવાનો દ્વારા નૂતન વર્ષે સ્નેહમિલન
યોજાયું
માનકૂવા (તા. ભુજ) તા. 14 : અહીંના
રાજપૂત ક્ષત્રિય યુવાનો દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં માનકૂવા
અને ભારાસરના 100થી
વધારે વડીલો અને યુવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એકત્ર થયેલા યુવાનો, વડીલોએ વ્યક્તિગત પરિચય પાઠવીને ઉપસ્થિત સર્વેએ ભવિષ્યના કાર્યક્રમના આયોજન
માટે રૂપરેખા બનાવીને સમાજને પ્રગતિશીલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જેમાં વૃક્ષારોપણ,
રક્તદાન, સરસ્વતી સન્માન સાથે સાથે સમાજના સભ્યો,
વિવિધ હોદ્દેદારો ઉપરાંત ઉચ્ચ પદવી મેળવનારાનું સન્માન મદદરૂપ થવાની
બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહમિલનના અંતિમ ચરણોમાં `જેના
અન્ન ભેગા તેના મન ભેગા' ની ઉક્તિ સાર્થક કરવા આયોજન કરાયું
હતું.