• રવિવાર, 15 નવેમ્બર, 2026

સ્નેહમિલનથી એકતા-ભાઇચારો વધે

અબડાસાના ધારાસભ્ય દ્વારા મોટી વિરાણી દરબારગઢમાં સ્નેહમિલન યોજાયું

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 14 : અબડાસા ધારાસભ્ય દ્વારા અહીંના દરબારગઢમાં નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. વિરાણી મોટીના ઠાકોર પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નૂતનવર્ષના પ્રારંભે દરબારગઢના પ્રવેશ દ્વારા સ્થળે મિલનનું આયોજન કરાયું હતું. જેમાં પરિવારના વડીલ જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, સૂર્યવીરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અબડાસા વિધાનસભા વિસ્તારના અને સ્થાનિક ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું હતું. રાજાશાહી સમયની પરંપરા મુજબ લોકોએ નાળિયેર કે સાકરની પોટલી મીઠાશની રસમ નિભાવી રામ-રામ કર્યા હતા. હિન્દુ-મુસ્લિમ ભાઈઓ નવા વર્ષની સવારમાં પહોંચ્યા હતા. તેમને સંબોધતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, આવા મિલનથી એકતા-ભાઈચારો સંધાય છે. તેમણે બેસતું વર્ષ સૌ માટે સુખાકારીભર્યું રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd