ગાંધીધામ, તા. 14 : પૂર્વ
કચ્છ એલ.સી.બી.એ રાપર તાલુકાના નગાસરીવાંઢમાં રહેણાક મકાનમાંથી દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ કરી હતી. નગાસરીવાંઢમાં
રહેતા આરોપી હરિ કરશનભાઈ પારકરા (કોળી)ના કબજાના
રહેણાક મકાનમાં દેશી બંદૂક હોવાની પૂર્વ બાતમી આધારે પોલીસે અહીં છાનબીન હાથ ધરી હતી.
દરમ્યાન અહીંથી દેશી હાથબનાવટની બંદૂક મળી હતી. જેની કિંમત રૂા. 3 હજાર
આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપી હરિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.