માઉન્ટ મોંગાનુઈ, તા. 14 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચ પણ માઉન્ટ
મોંગાનુઇના ઓવલમાં રવિવારે 15મી નવેમ્બરના રમાશે. ચોથી મેચમાં આ જ મેદાન પર
થઇ હતી. પાંચ મેચ પૈકી ત્રીજી મેચ વરસાદના
કારણે ધોવાઇ ગઇ હતી અને ભારત હાલ 2-1થી આગળ છે. હવે ભારતની નજર પાંચમી
વન-ડે જીતી શ્રેણી વિજય મેળવવા પર મંડાઈ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ શ્રેણી સરભર કરવા
પર રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7.30 વાગ્યે શરૂ થશે. શ્રેણીની શરૂઆતની
બે મેચમાં ભારતે ડીએલએસ નિયમોથી જીત નોંધાવી હતી. જ્યારે ત્રીજી મેચ વરસાદના લીધે રદ
કરાઇ હતી. ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી શ્રેણીની દિશા બદલી દીધી હતી, હવે એવું લાગવા માંડયું છે કે,
ભારતની ટીમ ન્યૂઝીલેન્ડની સ્વિંગ થતી પીચો પર કેટલી નબળી છે. જો ભારતને શ્રેણી પોતાનાં નામે કરવી હશે, તો ખેલાડીઓને બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે. ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી
અને કેપ્ટન શ્રેયસ અય્યરને, જેમનો બેટ હજી સુધી આ શ્રેણીમાં ચાલ્યો
નથી. શુભમન ગિલ અને કે. એલ. રાહુલના ગયા પછી ભારતના બેટિંગ ક્રમ પર સૌની નજર રહેશે.
છેલ્લી બે મેચમાં કપ્તાની સંભાળનાર શ્રેયસ ગત મેચમાં નિરાશાજનક પ્રદર્શન પછી બેટિંગ
ક્રમને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરશે. ભારતની રણનીતિમાં રોહિત અને કોહલીની ભૂમિકા
મહત્ત્વની રહેશે. જ્યારે અન્ય ખેલાડી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ
અને મિડલ ઓર્ડરના બીજા રમતવીરોને મોકો મળતાં સારું પ્રદર્શન કરવાની કોશિશ રહેશે. ભારતીય
ક્રિકેટ બોર્ડે પાંચમી વન-ડેથી ફાસ્ટ બોલર ગુરનુર બ્રારને છૂટો કરીને ટેસ્ટ સ્કવોડમાં સામેલ કર્યો છે. જો
કે, તેની જગ્યાએ કોઇ અન્ય ખેલાડીને ટીમમાં લેવાયો નથી. ન્યૂઝીલેન્ડ
માટે શ્રેણીજીત હવે શક્ય નથી, તેથી તેની પાસે છેલ્લો મોકો છે
કે, ભારતને શ્રેણીજીતથી રોકે.