• રવિવાર, 15 નવેમ્બર, 2026

દેશમાં લોકતંત્ર ખતમ થઇ ગયું છે : રાહુલ

હૈદરાબાદ, તા. 14 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, હવે દેશમાં લોકતંત્ર નથી બચ્યું. અનેક વિદેશી પ્રતિનિધિઓને `ભારત સમિટ'માં આવવા માટે સરકારે અનુમતિ નથી આપી. હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા યોજિત `ભારત સમિટ'ના સમાપન સમારોહને સંબોધતાં રાહુલે જણાવ્યું હતું કે, રાજનીતિક વ્યવસ્થામાં ભારે માત્રામાં પૈસા નાખી દેવાયા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ `મોદીરાજ' પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ફાંસીવાદી લોકો વધુ જોરથી બોલે છે, જ્યારે બહુમતીમાં છે, તેવા લોકો બીજાની વાત સાંભળે છે. રાહુલે કહ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી ફાંસીવાદી લોકો લગાતાર બોલી જ રહ્યા છે જોરથી જ્યારે મોટી સંખ્યામાં લોકો આ બધું જોઇ રહ્યા છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તે વખતે દેશના લોકોએ એક બિલકુલ અલગ પ્રકારની ચૂંટણી જોઇ હતી. 2014 બાદ આવેલા બદલાવથી વિપક્ષે પણ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું. ભારતની ચૂંટણી વ્યવસ્થા પહેલાં જોરદાર મુકાબલા અને જોડાણ સરકારોની સાક્ષી બનતી હતી. પરંતુ 2014 બાદ તેમાં મોટો બદલાવ આવ્યો. ચૂંટણી પ્રચારની એવી અલગ જ રીત સામે આવી, જે પહેલાં કદી જોવા મળી નહોતી, તેવું રાહુલે કહ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd