નવી દિલ્હી, તા. 13 : ભારતીય
ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો શનિવાર, 14 નવેમ્બરથી
પ્રારંભ થઈ રહ્યો છે જેમાં સૂર્યકુમાર, શમી અને ભુવનેશ્વર
સહિતના સ્ટાર ખેલાડીઓની કસોટી થશે. આ ટૂર્નામેન્ટમાં એલિટ
અને પ્લેટ ડિવિઝનમાં કુલ 38 ટીમો વચ્ચે મુકાબલા થશે. મુંબઈની કેપ્ટનશિપ સંભાળી
રહેલા સૂર્યકુમાર યાદવ માટે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા અને પોતાની લય પાછી મેળવવા
આ સુવર્ણ તક છે. બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ
મોહમ્મદ શમી અને ચાર વર્ષ બાદ વાપસી કરનાર ભુવનેશ્વર કુમાર આગામી 22 ડિસેમ્બરથી
શ્રીલંકા સામે શરૂ થતી ટી20 શ્રેણી માટે પસંદગીકારોનું ધ્યાન ખેંચવા પ્રયાસ
કરશે.