• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

માતાએ ઠપકો આપતાં કહ્યું, ચૂપ થા અને સૂઇ જા... : બીજા દિવસે ઇશા સિંહે જીત્યો રજત ચંદ્રક

નાગોયા, તા. 28 : એશિયન ગેમ્સમાં આજે 25 મીટર પિસ્તોલની ફાઇનલ ઇશા સિંહ માટે માત્ર એક ચંદ્રક માટેની લડાઇ જ નહીં, પેરિસ ઓલિમ્પિક બાદથી તેની અંદર ચાલી રહેલી લડાઇ જીતવાની તક પણ હતી. ફાઇનલથી એક રાત પહેલાં તેની નીંદર ગાયબ હતી, દબાણ અને તણાવ હતો, ત્યારે જ માતાનો ફોન આવ્યો, પણ તેમાં પ્રેમની જગ્યાએ વઢ પડી. જો કે, તેના પરિણામે જ તેનામાં નવો જુસ્સો આવ્યો અને ફાઇનલમાં ઇશા સિલ્વર જીતી લાવી હતી. ચંદ્રક જીત્યા બાદ ઇશા સિંહે જાતે જ જણાવ્યું કે, માતાએ ફોન પર તેને તણાવમાં રહેવા બદલ ઠપકો આપીને કહી દીધું કે, બસ તું ચૂપ થા અને સૂઇ જા. બીજા દિવસે માતાના ઠપકાએ નવો જુસ્સો આપ્યો અને રજત ચંદ્રક જીતી શકી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd