• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

કચ્છી કન્યાની દોડથી દેશ થયો રોમાંચિત

ભુજ, તા. 28 : એશિયન ગેમ્સની કોઈ સ્પોર્ટસ ઈવેન્ટમાં ફાઈનલિસ્ટ થવું એ પણ ગૌરવવંતી ક્ષણ લેખાતી હોય છે. ચંદ્રક જીતીને પોડિયમ પર પહોંચવાનું સપનું દરેક ખેલાડી સેવતા હોય છે. આ સપનું સાકાર કર્યું છે મૂળ કચ્છની કન્યા હરિતા ભદ્રાએ. હરિતાએ ગઈકાલે 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતીને સફળતાનો ઈતિહાસ રચ્યો. એટલું જ નહીં 4 \ 100 મિક્સ રિલેમાં ટીમ સાથે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. જીવંત પ્રસારણ દરમ્યાન હરિતાના ડ્રેસ પર ભદ્રા વાંચીને કચ્છી ભાનુશાળી સમાજ રોમાંચિત થઈ ઊઠયો હતો. હરિતા અબડાસા તાલુકાના નાનકડા રવા ગામ સાથે મૂળિયાં ધરાવે છે.

પિતા ખેતી કરતા

મૂળ ભાનુશાળળી એટલે ખેડૂત પરિવારની પુત્રી છે હરિતા અને નાનપણથી જ રમતનો શોખ હતો. કચ્છમાં આ પરિવાર સાથે સંકળાયેલા ભાનુશાળી જ્ઞાતિના અગ્રણી ગોવિંદભાઇ ભાનુશાળીએ કહ્યું કે, અમારી દીકરીએ આજે ઇતિહાસ રચ્યો છે. તેમના પિતાજી કીર્તનભાઇ ભાનુશાળીના પરિવારજનો રવામાં ખેતી કરતા હતા, પણ કીર્તનભાઇ મુંબઇ ગયા ને ઘાટકોપરમાં રહે છે. કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા કીર્તનભાઇની પુત્રી હરિતાને બચપણમાં રમતનો શોખ હતો. ભલે સ્નાતક કક્ષાએ તે ભણી છે, પરંતુ પિતાએ તેને આગળ વધારવામાં કંઇ બાકી રાખ્યું નથી. હરિતાએ 200 મીટર દોડમાં 23.20 સેકન્ડનો સમય લઈને ત્રીજું સ્થાન મેળવ્યું, તે ઇડો કરતાં માત્ર 0.01 સેકન્ડ આગળ હતી, જેનો સમય 23.21 સેકન્ડ નોંધાયો હતો. ઇન્ડોનેશિયાની શાંતિ પરેરાએ 22.78 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનની 100 મીટર ચેમ્પિયન યુજી ચેને 22.93 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ મેળવ્યો. ચાલુ ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ નવમો મેડલ હતો. આઇચી-નાગોયામાં ભારત હજુ પણ તેના પ્રથમ એથ્લેટિક્સ ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે.

હરિતાએ સંયમ જાળવ્યો

અત્યંત સ્પર્ધાત્મક રેસમાં પોડિયમ પર અંતિમ સ્થાન મેળવવા માટે હરિતાએ શાનદાર સમાપન કર્યું. ભારતીય પ્રિન્ટર પાસે ભૂલ માટે બહુ ઓછી તક હતી, કારણ કે, ઇડોએ તેને ફિનિશ લાઇન સુધી સખત ટક્કર આપી હતી. જાપાની એથ્લેટે 23.21 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો, પરંતુ હરિતાનો 23.20 સેકન્ડનો સમય બ્રોન્ઝ મેડલ જીતવા અને ભારતના વધતા જતા એથ્લેટિક્સ મેડલની સંખ્યામાં વધુ એક મેડલ ઉમેરવા માટે પૂરતો હતો. ફાઇનલમાં ભાગ લેનાર અન્ય ભારતીય ખેલાડી ઉન્નતિ અયપ્પા બોલેન્ડે 23.46 સેકન્ડના સમય સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. હરિતાના મેડલે ભારત માટે એથ્લેટિક્સમાં વધુ ને વધુ સફળ બની રહેલા અભિયાનમાં વધારો કર્યો છે. દરમ્યાન ગોવિંદભાઇએ જણાવ્યું કે, હરિતાનો પરિવાર જાપાન છે અને અત્યારે ખુશી મનાવે છે અને વર્ષોથી પાંડુરંગ દાદાના સ્વાધ્યાયી પરિવાર છે. હરિતાના મોટાબાપુ પ્રકાશભાઇ પણ મુરચબાણ ખાતે પૂ. હરિદાસજી મહારાજના આશીર્વાદથી આશ્રમ સંભાળી રહ્યા છે. તેણે મુંબઇમાં જ તાલીમ મેળવીને નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું હતું અને અંતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેદાન માર્યું છે.

મેં 200 મીટર પસંદ કરી : હરિતા

`મને લાગે છે કે, 100 મીટર અને 200 મીટર બંનેની માનસિક માગણીઓ  ખૂબ અલગ છે. 100 મીટર ખૂબ જ ઝડપી છે. દોડ શરૂ થતા પહેલાં તમે કંઈ વિચારો, તે પહેલાં તો એ પૂરી પણ થઈ જાય છે. 200 મીટરમાં મને લાગે છે કે તમે કયું અંતર કાપી રહ્યા છો તે અનુભવી શકો છો, પરંતુ 100 મીટર ખૂબ ઝડપથી પૂરી થઈ જાય છે. તેથી મને લાગે છે કે આ બે અલગ બાબતોને હું સંભાળવાનો પ્રયાસ કરી રહી છું, પણ હું વળાંક (ઈાuદિય) પર દોડવામાં વધુ અનુકૂળ છું. મને વળાંક પર દોડવું ગમે છે, તેથી મને લાગે છે કે હું 200 મીટર પસંદ કરીશ.'

`100 મીટરની સરખામણીમાં 200 મીટર તમને થોડો વધુ સમય આપે છે, પરંતુ જો ખૂબ જ મજબૂત સ્પર્ધા હોય-એટલે કે બધાનો ટાઇમિંગ લગભગ સરખો જ હોય તો પછી તમે જે સમય ગુમાવ્યો તે ગુમાવ્યો જ છે, પરંતુ હા, તે તમને ભૂલ સુધારવાનો થોડો વધુ સમય જરૂર આપે છે.'

Ram Katha

Vyapar Utsav

Panchang

dd