લીડસ તા.17 : મહિલા ટી-20 વર્લ્ડ કપની બીજી મેચમાં બિન
અનુભવી ટીમ નેધરલેન્ડ વિરૂધ્ધ ભારતીય ટીમનો 95 રને સરળ વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં પ વિકેટે 209 રનના સ્કોર સામે ડચ ટીમ 17.3 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઇ હતી. ગ્રુપ-1માં ભારતીય મહિલા ટીમ 4 અંક અને સારા નેટ રન રેટને લીધે ટોચ પર
આવી ગઇ છે. આજની મેચમાં શેફાલી વર્માએ ઓલરાઉન્ડ દેખાવ કરીને પપ રન સાથે 3 વિકેટ લીધી હતી. આ સિવાય શ્રી ચરણીએ 4 વિકેટ લીધી હતી. જયારે સ્મૃતિએ 74 રન કર્યાં હતા. ભારત તરફ સ્મૃતિ
મંધાનાએ 47 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગા સાથે ાક્રમક 74 રન કર્યાં હતા. જયારે શેફાલી
વર્માએ 38 દડામાં 10 ચોગ્ગા સાથે પપ રનની ઝડપી ઈનિંગ
રમી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 71 દડામાં 11પ રનની ધૂંઆધાર
ભાગીદારી થઇ હતી. જેમિમા રોડ્રિગ્સ 19, યાસ્તિકા ભાટિયા 3 અને કેપ્ટન હરમનપ્રિત કૌર 3 રને આઉટ થઇ હતી.રીચા ઘોષ 8 દડામાં 2 છગ્ગા સાથે10 અને દીપ્તિ 2 દડામાં 10 રને નોટઆઉટ રહી હતી. નેધરલેન્ડ તરફથી કેરોલિન ડી લેંજને 2 વિકેટ મળી હતી.