લખનઉ, તા. 17 : કપ્તાન શુભમન ગિલના 154 અને ઇશાન કિશનના 12પ રન પછી બોલરોના શાનદાર દેખાવથી અફઘાનિસ્તાન
સામેની બીજી વન-ડે મેચમાં ભારતનો 170 રને મહાવિજય થયો હતો. આ સાથે જ ભારતે 3 મેચની શ્રેણી 2-0ની અજેય સરસાઇથી કબજે કરી હતી.
ભારતના 402 રનના જવાબમાં અફઘાનિસ્તાન ટીમ
44.3 ઓવરમાં 232 રને ઓલઆઉટ થઇ હતી. ભારતીય ટીમે
વન-ડે ક્રિકેટમાં આઠમી વખત 400થી વધુનો
સ્કોર કરીને દ. આફ્રિકાના રેકોર્ડની બરાબરી કરી છે. ભારત આફ્રિકા પછી 7 વખત 400 પ્લસ ટોટલ કરી ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે. 403 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી
રહેલ અફઘાન ટીમ તરફથી રહમત શાહે 79, સદિકુલ્લાહ
અટલે 42 અને ગુરબાજે 41 રન કર્યા હતા. ભારત તરફથી અર્શદીપ
અને ગુરનૂર બ્રારે 3-3 વિકેટ લીધી
હતી. પ્રિન્સ યાદવને પદાર્પણ મેચમાં 2 વિકેટ મળી હતી. અગાઉ અફઘાનિસ્તાનને ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો
નિર્ણય મોંઘો પડયો હતો. ભારતીય ટીમ કેપ્ટન શુભમન ગિલની આક્રમક દોઢી સદી (1પ4) અને ઇશાન કિશનની વિસ્ફોટક સદી (12પ)ની મદદથી 49.પ ઓવરમાં 402 રન ખડકી ઓલઆઉટ થઈ હતી. આક્રમક
શરૂઆત બાદ અંતમાં ટીમ ઇન્ડિયા ફસકી પડી હતી અને આખરી 8 વિકેટ 82 રનમાં ગુમાવી હતી. કપ્તાન શુભમન ગિલ અને ઇશાન કિશને વિદ્યુતવેગી
બેટિંગ કરીને અફઘાન બોલર્સ સામે પાવર હિટિંગ કર્યું હતું. ગિલે 16 મહિના પછી વન-ડે સદી કરી હતી, જ્યારે ઇશાને 2022 પછી વન-ડે સદી કરી હતી. આ બન્ને
ત્રીજી વિકેટમાં 141 દડામાં 224 રનની ઝડપી ભાગીદારી થઈ હતી.
ઇશાન કિશન 79 દડામાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાથી 12પ રને આઉટ થયો હતો. ઇશાને અર્ધસદી બાવન
દડામાં કરી હતી. આ પછી તેણે પાવર હિટિંગ કરીને બાકીના 7પ રન માત્ર 27 દડામાં બનાવ્યા હતા. તેના આઉટ
થયા પછી તુરત ગિલ તેની 10મી વન-ડે
સદી ફટકારીને 110 દડામાં 22 ચોગ્ગા અને 2 છગ્ગાથી 1પ4 રને આઉટ થયો હતો. આ
પછી ભારતીય બેટધરો ટપોટપ આઉટ થતા રહ્યા હતા. રાહુલ પહેલા દડે આઉટ થયો હતો. શ્રેયસે
26 રન કર્યા હતા. આ પહેલાં રોહિત
શર્મા 48 રને યશસ્વી જયસ્વાલ ચાર રન
કરી આઉટ થયા હતા. અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખરોટેએ 76 રનમાં 4 અને રાશિદ ખાને 48 રનમાં 3 વિકેટ લીધી હતી.