ગાંધીધામ, તા. 17 : અહીંના રાજવી ફાટક ચાર રસ્તા
નજીકથી મોપેડચાલકને પકડી પાડી પોલીસે તેની પાસેથી રૂા. 11,050નો દારૂ જપ્ત કર્યો હતો. શહેરની
સ્થાનિક પોલીસ ગઇકાલે રાજવી ફાટક ચાર રસ્તા
પાસે વાહન ચેકિંગમાં હતી દરમ્યાન ભવાનીનગર બાજુથી આવતાં જ્યુપીટર નં. જીજે-39-જે-1465ને રોકવાયું હતું. ચાલક પાસેથી
ગાડીના કાગળ માગતાં ચાલકે તે આપ્યા હતા, દરમ્યાન ડેકીની તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. પોલીસે મેઘપર-બોરીચી
તુલસીધામ સોસાયટીના મયૂર પ્રવીણ જોશીની ધરપકડ કરી તેની પાસેથી વ્હાઇટ લેસ જામુન વોડકાના
180 મિ.લિ.ના 85 ક્વાર્ટરિયા કિંમત રૂા. 11,050નો શરાબ જપ્ત કર્યો હતો, પણ તે ક્યાંથી દારૂ લાવ્યો ? કોને આપવાનો હતો તે કાંઇ બહાર આવ્યું નથી.