જયપુર, તા. 17 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ
ગાંધીએ કોટાના દશહરા મેદાન પર બુધવારે છાત્રો સાથે સંવાદ કર્યો હતો. `છાત્રો કી ગુંજ' કાર્યક્રમને સંબોધનમાં કોંગ્રેસ નેતાએ કહ્યું
હતું કે, આપણા દેશની શિક્ષણ પ્રણાલી આપણા બાળકોને દબાણ કરે છે.
દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખંડણીની સિસ્ટમ બની ગઇ છે. પાંચ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં
લોકોનાં ગજવાંમાંથી એટલા પૈસા સેરવી લેવાય છે, જેટલું પાંચ મંત્રાલયનું
બજેટ છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા. નીટ, જેઈઈ સહિત પાંચ પરીક્ષાની તૈયારી કરવા પાછળ પરિવારોનાં ગજવાંમાંથી પાંચ લાખ
કરોડ ખર્ચાઈ જાય છે, તેવું તેમણે કહ્યંy હતું. રાહુલ બોલ્યા હતા કે, એક હજારમાંથી માત્ર 12 યુવાનને રોજગાર મળે છે.