• ગુરુવાર, 18 જૂન, 2026

યશોદાધામમાંથી 5.33 લાખના ગાંજા સાથે શખ્સ જબ્બે : ઓરિસ્સાનો ઈસમ આપી ગયો

ગાંધીધામ / ભુજ, તા. 17 : ભચાઉ તાલુકાના યશોદાધામમાં રાધાનગર સોસાયટીમાં પોલીસે છાપો મારી એક મકાનમાંથી રૂા.5,33,700ના ગાંજા સાથે શખ્સને પકડી પાડયો હતો, જ્યારે ભુજના શેખપીર પાસેથી પણ એસઓજીએ ભુજના શખ્સને રૂા.30,100ના ગાંજા સાથે ઝડપ્યો હતો, જેમાં આપનારામાં અંજારના ઈસમનું નામ ખુલ્યું છે. ઉપરાંત કુકમામાંથી ગાંજા સાથે એકને ઝડપી લેવાયો છે. યશોદાધામની રાધાનગર સોસાયટીનાં મકાન નંબર-41માં રહેનારા ધરણીધર દુર્ગાચરણ રાઉત નામનો શખ્સ માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. મૂળ ઓરિસ્સાના આ શખ્સને ઝડપી પાડી તેને સાથે રાખી તેના કબજાનાં મકાનની તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન મકાનમાં રાખેલા ડ્રમમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ ગાંજો હોવાનું પકડાયેલા શખ્સે જણાવતાં પોલીસે એફ.એસ.એલ. અધિકારીને અહીં બોલાવી પ્રાથમિક પૃથ્થકરણ કરાવતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વનસ્પતિજન્ય પાંદડી, ફૂલ, બીનું વજન કરાવતાં તે 10.674 કિલો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સને ઓરિસ્સા જગન્નાથપુરી પાસે નિમાપરા ગામનો કાલુ ઓડિસા નામનો શખ્સ ગાંજો આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં અથાણાંના ડબ્બામાંથી એસઓજીએ ગાંજો પકડી પાડયા બાદ સ્થાનિક પોલીસે સફળ કાર્યવાહી કરી હતી. 

Panchang

dd