• ગુરુવાર, 18 જૂન, 2026

શિરવાના દબાણ હટાવમાં પંચ તરીકે રહેતા પાંચ શખ્સનો પ્રાણઘાતક હુમલો

ભુજ, તા. 17 : માંડવી તાલુકાના શિરવામાં દબાણ થયેલાં મકાનને તોડી પડાતાં અને તેમાં પંચ તરીકે રહેલા ફરિયાદી ઉપર પ્રાણઘાતક હુમલો થતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માંડવી પોલીસ મથકે શિરવામાં રહેતા રિઝવાન ઈસ્માઈલ શીરૂએ નોંધાવેલી ફરિયાદમાં ગામના આરોપી કાદરશા લતીફશા સૈયદવાળાનું ગેરકાયદેસરવાળું મકાન દબાણ હટાવમાં તોડી પડાયું હતું, જેમાં ફરિયાદી પંચ તરીકે રહેતાં તેના મનદુ:ખમાં કાદરશાએ ફરિયાદીને ધમકી આપી હતી કે, અમારું મકાન તૂટયું એમાં તારો હાથ છે, તું બહુ મજા લેશ, મારા દીકરાઓને કીધું છે રિઝવાનના ટાંટિયા ભાંગી નાખજો, તું અમારી નજરમાં જ છે. આ ધમકીના બીજા જ દિવસે તા.16/6ના સવારે ગઢશીશા ત્રણ રસ્તા પાસે કાદરશાના દીકરાઓ હકીમશા અને જમીલશા તથા કાદરશા- અકબરશા દાવલશા સૈયદ અને અકબરશાના ભાઈ નૂરઅલીશા દાવલશા સૈયદ સાથે મળી લોખંડના પાઈપ અને લાકડાં, ધોકાથી પ્રાણઘાતક હુમલો કરી ફરિયાદીને અસ્થિભંગ અને  ટાંકા સહિતની ઈજા પહોંચાડતાં પાંચે વિરુદ્ધ ગુનો દાખલ  કરાવ્યો છે. આ ગુનામાં ત્રણ આરોપી જમીલશા, હકીમશા અને નૂરઅલીશાને બાતમીના આધારે એલસીબીએ ઝડપી આગળની કાર્યવાહી અર્થે માંડવી પેલીસને સોંપ્યા છે. 

Panchang

dd