• ગુરુવાર, 18 જૂન, 2026

ચોમાસું થંભી ગયું... ખેડૂતોમાં ઉચાટ

નવી દિલ્હી, તા. 17 : છેલ્લા નવેક દિવસથી પશ્ચિમી કાંઠે અટકી ગયેલાં ચોમાસાંની ગતિ ભારતમાં મંદ પડી ગઈ છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, દેશના 40 ટકા ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. ઉપગ્રહ તસવીરોમાં મધ્ય અને પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારો પરથી વાદળો ગાયબ થયેલાં હોવાનું જોઈ શકાય છે. આ સ્થિતિથી ખેડૂતો, લોકોમાં ઉચાટ ફેલાયો છે. ઈન્સેટ 3-ડીએસથી બુધવારની સવારે લેવાયેલી તસવીરોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આકાશ સાફ દેખાયા હતા. ચોમાસાંની ધીમી ગતિનાં કારણે દેશના 723 જિલ્લામાંથી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ થયો છે. આ વિકટ સ્થિતિ પાછળ મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેસર એરિયામાં (હળવા દબાણનું ક્ષેત્ર) એટલે કે ડિપ્રેશન ન રચાયું હોવાનું છે. દરમ્યાન મોસમ વિજ્ઞાન વિભાગે વર્તારો આપ્યો હતો કે, આગામી ચાર-પાંચ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય ભાગોમાં આગળ વધવાની સ્થિતિ બની શકે છે. ચોથી જૂનના કેરળનો કાંઠો ભીંજવ્યા પછી ચોમાસું 13 દિવસમાં દેશના નવ રાજ્ય સુધી પહોંચી ચૂક્યું છે. 

Panchang

dd