• રવિવાર, 14 જૂન, 2026

નખત્રાણા ખાતે ક્રિકેટ ટુર્ના. યોજાઇ : આહિલ ટીમ વિજયી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : નખત્રાણા ખાતે યુવાનોને રમતગમતનો પ્લેટફોર્મ મળે એ હેતુ અનુસાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહિલ ઇલેવન ચેમ્પિયન જ્યારે સહારા ઇલેવન રનર્સ થઇ હતી. ઇનામ વિતરણમાં ઉપસ્થિત અગ્રણીઓએ શિક્ષણ, મેડિકલ જેવા કાર્યોમાં યુવાનોને રસ દાખવવા જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટ્રોફીના દાતા હાજી ઇબ્રાહીમ રાયમા (ઇકરા શોપિંગ મોલ), રનર્સ ટ્રોફીના દાતા (કુરિયરવાળા), સિરીઝના દાતા સુમરા મહેમુદભાઇ (રોયલ ફૂડ), બેસ્ટ બેટસમેન ટ્રોફી ખીમજીભાઇ મારવાડા (દીપુ ઓટો) જ્યારે અન્ય દાતા મુબારક કુંભાર, એ. એન. ચલંગા, રમજાનભાઇ આરબ, હાજી સુલેમાન કુંભાર, કારાભાઇ કુંભાર, દેવાભાઇ રબારી, અભુભખરભાઇ લોહાર, એસ. એમ. કુંભાર, જી. કે. જાડેજા, સિકંદર સાટી, સોહેબ ચાકી (ગુજરાત ફર્નિચર), ભાવેશભાઇ સંગાર વગેરે દાતાઓનો સહયોગ મળ્યો હતો. મેન ઓફ ધ સિરીઝ અકબર સંગાર, બેસ્ટ બેટસમેન ઇમ્તિયાઝ આરબ, બેસ્ટ બોલર પીયૂષ વાઘેલા, બેસ્ટ કીપર સકીલ ચાકી, બેસ્ટ ફિલ્ડર કુનાલ વાઘેલા, ફાઇનલ મેન ઓફ ધ મેચ અકબર સંગાર રહ્યા હતા જેઓને દાતાઓના હાથે ઇનામ અપાયા હતા. આયોજન અકબરભાઇ, ઇમ્તિયાઝ આરબ, અબ્દુલ સાટીએ કર્યું હતું. 

Panchang

dd