• રવિવાર, 14 જૂન, 2026

ગાંધીધામમાં બે ભાઈ ઉપર છરી વડે હુમલો કરી 12 હજારની લૂંટ

ગાંધીધામ, તા. 13 : શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર કન્ટેનરચાલક અને તેના ભાઈ ઉપર ત્રણ શખ્સે હુમલો  કરીને રોકડ રકમ સહિતની  મતાની લૂંટ કરાઈ  હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ  ઝોન ગોલાઈ પાસે સર્વિસ રોડ ઉપર  અંબિકા કાંટાની બાજુમાં ગત  મોડી  રાત્રિના 3 વાગ્યાના અરસામાં બન્યો હતો.  રાજસ્થાનના  વતની  અને ટ્રાન્સપોર્ટમાં કામ કરતા ફરિયાદી  દિનેશકુમાર જગદીશચંદ્ર ધાકડ  અને તેના ભાઈ ગોવાથી ચોખા ભરીને ગાંધીધામ આવ્યા હતા.  ગાંધીધામ આવીને અંબિકા કાંટા પાસે  ગાડી ચેક કરતા હતા. આ દરમ્યાન બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સ પૈકી બે જણે પકડી રાખીને   છરી  વડે  માર  માર્યો હતો. ખીસ્સામાં જે કાંઈ હોય તે આપી  દેવા  કહ્યું હતું. ના પાડતા આરોપીઓએ બે મોબાઈલ ફોન અને રોકડ રકમ તફડાવી લીધી હતી. ફરિયાદીના  ભાઈ ઉપર  પણ છરી વડે હુમલો કર્યો હતો. બંને ભાઈને સારવાર  માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd