• રવિવાર, 14 જૂન, 2026

વિશ્વકપના આરંભે વિક્રમોની વર્ષા : ઈંગ્લેન્ડની જીત

નવી દિલ્હી, તા. 13 : મહિલા ટી20 વિશ્વકપના પહેલા જ મુકાબલામાં રેકોર્ડ્સનો વરસાદ જોવા મળ્યો હતો. આ મેચમાં યજમાન ઇંગ્લેન્ડનો 87 રને મોટો વિજય થયો હતો. પહેલા રમતા ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટે 219 રન કર્યા હતા. જે મહિલા ટી20 વિશ્વકપમાં કોઈ ટીમનો સૌથી મોટો સ્કોર છે જ્યારે શ્રીલંકાની ઇનિંગ્સ માત્ર 132 રનમાં સમેટાઈ હતી.  ઇંગ્લેન્ડને એમી જોન્સ અને ડેનિયલ વ્યાટ હોજે જોરદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ મળીને 13.4 ઓવરમાં 135 રન કર્યા હતા. જોન્સ 53 રને આઉટ થઈ હતી. વ્યાટે બીજા છેડે ધમાકેદાર બેટિંગ યથાવત્ રાખી હતી અને 62 બોલમાં 105 રન કરીને નોટઆઉટ રહી હતી. ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાઇવર બ્રંટે અંતની ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરતા 22 બોલમાં નોટઆઉટ 46 રન કર્યા હતા. આ રીતે ઇંગ્લેન્ડનો સ્કોર 219 રન સુધી પહોંચ્યો હતો.  220ના વિશાળ લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની પૂરી ટીમ 132 રન બનાવીને સમેટાઈ હતી. ટીમ તરફથી નિલાક્ષી ડીસિલ્વાએ સૌથી વધારે 39 રન કર્યા હતા જ્યારે હર્ષિતાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ફ્રેયા કેમ્પે શાનદાર બોલિંગ કરતા 22 રન આપીને ચાર વિકેટ લીધી હતી.  

Panchang

dd