ભુજ, તા. 13 : મૂળ ભુજના પલ્લવી હરગોવિંદ ચોક્સી જે વર્તમાનમાં અમેરિકાના ન્યૂજર્સીમાં ઇસ્ટ
બ્રૂન્સ્વિકમાં વસે છે. તાજેતરમાં `ફાર્મસી'માં ડોક્ટરેટ
(પીએચ.ડી.)ની ડિગ્રી સેનાંડો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી છે. તે છેલ્લા ત્રણ દાયકાથી
પણ વધારે સમયથી ફાર્મસી અને મેડિકેશન સેફટીના ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરે છે.
પલ્લવીએ `બેચરલ ઓફ
ફાર્મસી'ની ડિગ્રી અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી
પ્રાપ્ત કરી હતી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક
શિક્ષણ ભુજમાં મેળવ્યું તેમજ પિતા હરગોવિંદ સોની ભુજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અધિકારી
હતા. વર્તમાનમાં તે અમેરિકામાં ન્યૂજર્સીમાં સેન્ટ જોસેફ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં
ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ ફાર્માસિસ્ટ તરીકે કાર્ય કરે છે.