• રવિવાર, 14 જૂન, 2026

મોદી અને ટ્રમ્પ વચ્ચે 16 મહિના બાદ ફ્રાન્સમાં મુલાકાત

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે રવાના થયા હતાં. આ દરમિયાન તેઓ જી-7 પરિષદમાં પણ ભાગ લેશે અને દુનિયાનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરશે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 16 મહિના બાદ ફ્રાન્સમાં મુલાકાત થશે. યાત્રા ઉપર રવાના થતાં પહેલા તેમણે પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, ભારતનાં વ્યૂહાત્મક વિચારોમાં ફ્રાન્સનું ખાસ સ્થાન છે. જ્યારે સ્લોવાકિયાનો પ્રવાસ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. બન્ને દેશનાં સંબંધોને આનાથી મજબૂતી મળશે. 1993માં સ્લોવાકિયાની આઝાદી બાદ કોઈપણ ભારતીય પીએમની આ પહેલી મુલાકાત હશે. 

Panchang

dd