• શનિવાર, 13 જૂન, 2026

મમતા તૃણમૂલ કોંગ્રેસ ગુમાવશે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓમાં રકાસ બાદ મમતા બેનર્જી અને તેમની તૃણમૂલ કોંગ્રેસ હવે અસ્તિત્વ માટે મથામણ કરી રહ્યા છે. એક તરફ મમતા બેનર્જીના દોઢ દાયકાના શાસનકાળથી નારાજ બંગાળના લોકો તેમના નેતાઓ અને કાર્યકરો પર રોષ વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ ખુદ તેમના તૃણમૂલ કોંગ્રેસમાં ઊભા ફાડિયા થાય એવા સંજોગો આકાર લઈ રહ્યા છે. સ્પષ્ટ છે કે, બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા તેમના પોતાના પક્ષની ઉપરથી પોતાની પકડ સરી રહી હોવાના પડકારનો સામનો કરી રહ્યા છે. એક સમયે બંગાળની વાઘણની આભા ઊભી કરનાર મમતા કોલકાતામાં બેઠાબેઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સત્તાધારી એનડીએની સામે એકલા હાથે મોરચો ખોલી શકે એવા સક્ષમ જણાતા હતા, પણ વિધાનસભાની ચૂંટણીએ તેમની બધી શક્તિ અને આભા જોતજોતામાં હરી લીધા છે. આરંભમાં પરાજય બાદ મમતા અને તેમના તૃણમૂલ કોંગ્રેસ પક્ષની સામેના પડકારની વાતો ક્ષણજીવી જણાતી હતી, પણ હવે આ વાતો ખરા અર્થમાં વાસ્તવિક જણાવા લાગી છે.  સૌપ્રથમ તો નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી પ0થી વધુએ પક્ષ દ્વારા પસંદ કરાયેલા વિધાનસભામાં વિપક્ષના નેતાની સામે વાંધો નોંધાવીને પોતાની પસંદગીના નેતાનાં નામ સાથેની દરખાસ્ત તૈયાર કરીને તૃણમૂલની સામે બળવાના સંકેત આપી દીધા હતા. બંગાળમાં ફૂંકાયેલા બળવાના બ્યુગલમાં હવે રાજધાની દિલ્હીમાં તૃણમૂલના સાંસદોએ સૂર પૂરાવીને સંસદમાં અલગ ચોકો ઊભો કરવાની તૈયારી શરૂ કરીને મમતાની સામે અત્યાર સુધીનો સૌથી ગંભીર રાજકીય પડકાર ઊભો કરી દીધો છે. મમતા બેનર્જી દિલ્હીમાં વિપક્ષી જોડાણ ઈન્ડિની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા, તે સમયે જ રાજધાનીમાં તેમના પક્ષના લોકસભાના 20 અને રાજ્યસભાના એક સાંસદે પક્ષની નેતાગીરી સામે બળવાનો સૂર વ્યક્ત કર્યો છે. આ તમામ સાંસદોએ પોતાના પક્ષની અલગ ચોકો રચીને કેન્દ્રના સત્તાધારી એનડીએને ટેકો આપવાના સંકેત આપી દીધા છે. કેન્દ્રીયમંત્રીના નિવાસે મળેલી બેઠકમાં એકઠા થયેલા તૃણમૂલના આ બાગી સાંસદો ભાજપમાં જોડાઈ જશે એવી પણ અટકળો છે. જો કે, પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈથી બચવા તેઓ હવે સંસદમાં અલગ ચોકો રચીને એનડીએને સમર્થન આપશે એમ જણાઈ રહ્યં છે. હાલત એવી છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં જે રીતે બળવો થયા બાદ સંખ્યાબળના આધારે નવા જૂથને પક્ષનાં નામ અને પ્રતીકની ફાળવણી થઈ તેનું પુનરાવર્તન બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે આકાર લઈ રહ્યંy હોય તેમ જણાઈ રહ્યું છે. આ સંદર્ભમાં આગામી થોડા દિવસ તૃણમૂલ માટે ભારે નિર્ણાયક બની શકે તેમ છે.  મમતાએ પક્ષની ઉપર પોતાની આણને બચાવવા માટે ભત્રીજા અભિષેકના પ્રેમનું બલિદાન આપવું પડે તેમ છે, પણ તેમની પ્રકૃતિને જોતાં તેઓ આ અનિવાર્યતાને સમજવા તૈયાર થશે એમ લાગતું નથી.  ખેરખર તો મમતા માટે બંગાળની સાથોસાથ હવે તૃણમૂલને ખોવાનો સમય આવી ગયો હોવાનું કળાઈ રહ્યંy છે.    

Panchang

dd