• મંગળવાર, 16 જૂન, 2026

અમેરિકાએ ચાર ગોલ દાગી જીત મેળવી

નવી દિલ્હી, તા. 13 : ફીફા વિશ્વકપ 2026ના સહ યજમાન અમેરિકાએ ટૂર્નામેન્ટનો આરંભ ધમાકેદાર જીત સાથે કર્યો છે. એકતરફી મુકાબલામાં અમેરિકાએ પરાગ્વેને 4-1થી હરાવ્યું હતું. અમેરિકા તરફથી ફોલારિન બાલોગુને શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા. અમેરિકાની ટીમ આખી મેચમાં હાવી રહી હતી અને પરાગ્વેને વાપસી કરવાની તક આપી નહોતી. મુકાબલાની સાતમી મિનિટે જ ડેમિયન બોબાડિલાએ ઓન ગોલ કરીને અમેરિકાને 1-0થી આગળ કરી દીધું હતું.  મેચની 31મી મિનિટે ફોલારિન બાલોગુને અમેરિકાની બઢત બમણી કરી દીધી  હતી. બાદમાં ફોલારિને ફરી ગોલ કરીને અમેરિકાને મુકાબલામાં 3-0થી આગળ કરી દીધું હતું. પરાગ્વેને બીજા હાફમાં વાપસીની તક મળી હતી અને મોરીસિયોએ પહેલો ગોલ કર્યો હતો. જો કે બાદમાં અમેરિકાએ પણ આક્રમકતા વધારીને પરાગ્વેના ડિફેન્સ ઉપર સતત દબાણ કર્યું હતું. નિર્ધારિત 90 મિનિટ બાદ સ્પોટેજ ટાઇમમાં ગિયોવાની રેયનાએ અમેરિકાની બઢતને 4-1ની કરી હતી. આ ઉપરાંત કેનેડાએ પહેલી શાનદાર વાપસી કરતા બોસ્વાનિયા સામે મેચ 1-1થી ડ્રો કરી હતી. ટોરંટો સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં કેનેડા તરફથી અંતિમ સમયમાં સાઇલ લારિને ગોલ કરીને હારથી બચાવ્યું હતું. આ પરિણામ સાથે કેનેડાએ વિશ્વકપ ઈતિહાસમાં પહેલો પોઇન્ટ મેળવ્યો હતો. આ ટીમનો ત્રીજો ફીફા વિશ્વકપ છે અને અત્યાર સુધીમાં રમાયેલી તમામ છ મેચમાં તેને હાર મળી છે.  

Panchang

dd