ગાંધીધામ, તા. 24 : 87મી ઇન્ટર સ્ટેટ સબજુનીયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં
ગુજરાતની અંડર-15 બોયઝ ટીમે શાનદાર પ્રદર્શન
કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટુર્નામેન્ટના
આરંભે જ ગુજરાતની ટીમનો દબદબો રહ્યો હતો. હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રમાતી ટુર્નામેન્ટમાં આજે ક્વાર્ટર ફાઇનલના જંગ
ખેલાયા હતાં. કવાટર ફાઈનલમાં શાનદાર દખાવ કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. ગુજરાતની ટીમે
પીએસપીબી-એ ટીમને 3-0થી હરાવી
હતી અને અંતિમ ચાર ટીમમાં સ્થાન હાંસલ કરી લીધું હતું. વિવાન દવેએ બાજી સેટ કરતાં વીરેન
પાટીલ સામે (11-4, 11-9, 11-5) જીત મેળવી હતી. દેવ
ભટ્ટે શાનદાર પ્રદર્શન કરીને કે. સત્યનારાયણને (11-9, 11-7, 2-11,
11-6) હાર આપી હતી. ડબલ્સમાં
વિવાન અને દેવ ભટ્ટની જોડીએ ં પીએસપીબીની જોડીને 3-0 (11-9, 14-12,
11-7) પરાસ્ત કરીને ગુજરાતને સફળતા અપાવી હતી. અગાઉ પ્રી કવાટર ફાઈનલમાં ગુજરાતે ગોવાને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
પ્રવેશ કર્યો હતો. આ વિજય સાથે, ગુજરાતે પોડિયમ ફિનાશિંગની ખાતરી કરી લીધી છે
અને હવે તેનો સામનો તામિલનાડુ અને એન.સી.ઓ.ઈ વચ્ચેની મેચના વિજેતાઓ સાથે થશે,
જે હાલમાં ચાલી રહી છે. સેમિફાઇનલ દિવસના અંતમાં રમાશે. ટીમના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા ગુજરાતની ટીમના
કોચ ચિંતન ઓઝાએ કહ્યું હતું કે ખેલાડીઓ દબાણ હેઠળ શાનદાર શિસ્ત, ટીમવર્ક
અને સંયમ દર્શાવે છે. પ્રિ-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલ બંને મેચ જીતવી એ તેમના
ધ્યાન અને તૈયારીને પ્રતાબિંબિત કરે છે. અમે તેને એક સમયે એક મેચમાં લઈશું અને સેમિફાઇનલમાં
આ ગતિ ચાલુ રાખવાનું લક્ષ્ય રાખવની નેમ વ્યકત કરી હતી. આઠ દિવસની આ નેશનલ ઇવેન્ટમાં
5,11,200 રૂપિયાની ઇનામી રકમ વિજેતા
ખેલાડીઓમાં વહેંચાશે. ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)
અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ
ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ યોજાશે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
(સાઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહકારથી થયું છે.