• બુધવાર, 25 માર્ચ, 2026

આદિપુરમાં માનસિક સ્વાસ્થ્ય કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ

ગાંધીધામ, તા. 24 : આદિપુર સ્થિત એચ.આર. ગજવાની કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સાલિંગ (પીજીડીજીસી) કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસ માટે આ અભ્યાસક્રમ અતિ મહત્ત્વનો છે. કોલેજ દ્વારા કચ્છના શિક્ષણજગતમાં એક નવી પહેલ કરવામાં આવી છે.  -કચ્છમાં પ્રથમ અભ્યાસક્રમ : પ્રવર્તમાન  સમય માનસિક સ્વાસ્થ્ય અને લઈને જાગૃતિ વધી રહી છે, ત્યારે  કચ્છમાં આ પ્રથમ અભ્યાસક્રમ કચ્છ યુનિવર્સિટી  સંલગ્ન  શરૂ કરવામાં આવ્યો છે.  અભ્યાસક્રમ તૈયાર કરાયા બાદ પ્રમુખ સુરેશ ગજવાણી તથા ઉપપ્રમુખ અનિલ ગજવાણીના સહયોગથી તેને આગળ વધારાયો છે. મેનાજિંગ ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડો. તુલના શર્માના પ્રયાસો પછી 2022માં રાજ્ય સરકારની મંજૂરી મળી છે. - નોકરી સાથે કૌશલ્ય વિકાસની તક : રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ વિદ્યાર્થીઓ બે ડિગ્રી એક સાથે કરી શકે છે, જેથી કામ કરતા વ્યાવસાયિકોને ધ્યાનમાં રાખીને કોલેજ દ્વારા ખૂબ જ ધ્યાનથી સમયપત્રક બનાવવામાં આવ્યું છે. મોટાભાગના વર્ગો શનિવારે સાંજે અને રવિવારે ચાલી રહ્યા છેજેથી શિક્ષકો, સરકારી અને ખાનગી કર્મચારીઓને નોકરી છોડયા વિના કૌશલ્ય વધારવાની તક મળી છે. - હાઈકોર્ટના ચુકાદાથી કાઉન્સેલરની માંગ વધી : ઉચ્ચ ન્યાયાલયના આંધ્રપ્રદેશના કેસમાં ઐતિહાસિક ચુકાદા પછી માનસિક સ્વાસ્થ્યને આર્ટિકલ-21 હેઠળ જીવનના અધિકારનો અભિન્ન ભાગ ગણાવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શિકાઓ જારી થઈ હતી અને 100 વિદ્યાર્થીવાળી સંસ્થાઓએ એક યોગ્ય કાઉન્સેલર તથા સાઈકોલોજિસ્ટ કે સોશિયલ વર્કરની નિમણૂક કરવી જરૂરી છે. કોર્ટના આ ચુકાદાથી શાળા કોલેજમાં તાલીમ કાઉન્સેલરોની માંગ વધી છે, જેના કારણે કોલેજનો આ કોર્સ અતિ મહત્ત્વનો બની ગયો છે. વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ માટે ફરજિયાત  ઈન્ટર્નશિપ, અભ્યાસક્રમમાં થિયરી સાથે પર્સનલ ગ્રોથ લેબોરેટરી, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. - રોજગારીની વ્યાપક તકો : આ અભ્યાસક્રમ બાદ રોજગારીની સારી તકો પણ છે. ગ્રેજ્યુએટ પોતાનું કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરી શકે છે તથા સંસ્થાઓ કે કોર્પોરેટ અથવા તો ખાનગીમાં પ્રેક્ટિસ પણ કરી શકે છે, શિક્ષક કાઉન્સેલરો કચ્છમાં વિદ્યાર્થીઓના તણાવ તથા કેરિયર મૂંઝવણ અને પારિવારિક મુદ્દાઓનું નિરાકરણ કરી શકે છે. - કચ્છના શૈક્ષણિક સામાજિક સ્તરને ઊંચે લઈ જવાની નેમ  : જયકિશન હેમનાનીના કહેવા મુજબ આ માત્ર એક ડિપ્લોમા નથી, પરંતુ કચ્છના શૈક્ષણિક અને સામાજિક તંત્રને ઉચ્ચ સ્તરે લઈ જવા માટેની એક ચળવળ છે. આગામી સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાની માહિતી માટે આદિપુર કોલેજ ઓફિસનો સંપર્ક સાધી શકાય છે અથવા તો વેબસાઈટ ઉપરથી પણ જરૂરી માહિતી મળી શકે તેમ છે. - નિષ્ણાતો દ્વારા અપાતું  શિક્ષણ અને તાલીમ : ગાંધીધામ, તા. 24 : અભ્યાસક્રમમાં થેરાપિસ્ટ ડો. ભાવના શર્મા, સાઈકોલોજિસ્ટ ડો. લવીના પ્રતાપ બંભાણી, સાઇકિયાટ્રીસ્ટ ડો. ધૈવત મહેતા, જ્યોત્સના અમીન, સાઈકોલોજિસ્ટ ડો. પ્રિયંકા બહેરાન, ઓક્યુપેશન થેરાપિસ્ટ ડો. જિગર પટેલ સહિતના નિષ્ણાતો દ્વારા શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. - દર વર્ષે નવા કૌશલ્ય આધારિત કોર્સ શરૂ કરવાની વિચારણા : ગાંધીધામ, તા. 24 : કોલેજ દ્વારા દર વર્ષે નવા કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં કાર્યવાહી કરાઈ રહી છે.  વિદ્યાર્થીઓ માટે માત્ર ડિગ્રી નહીં પણ વાસ્તવિક કૌશલ્યો મેળવીને ઉદ્યોગ સાહસિકો બની શકે તે પ્રકારના અનેક નવા અભ્યાસક્રમો શરૂ  કરાશે છે અને ટૂંક સમયમાં તે ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. - અભ્યાસક્રમની વિશેષતાઓ  : ગાંધીધામ, તા. 24 : અભ્યાસક્રમ એક વર્ષ માટેનો છે અને બે સેમેસ્ટરમાં છે, કોઈ પણ સ્નાતક ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પાત્રતાયોગ્ય છે, અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવશે અને પરીક્ષા તથા પ્રેક્ટિકલ અને રેકોર્ડ ગુજરાતી અથવા તો હિન્દી માધ્યમમાં આપી શકાશે. સ્થાનિક સ્નાતક વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. 

Panchang

dd