બેંગ્લુરુ, તા.24 : આઇપીએલ-2026 સીઝન અગાઉ રોયલ ચેલેન્જર્સ
બેંગ્લુરુ ફ્રેંચાઇઝીએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે બેંગ્લુરુના ચિન્નાસ્વામી
સ્ટેડિયમમાં આરસીબીની વિકટ્રી પરેડ દરમિયાન ભાગદોડ થઈ હતી. જેમાં 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હવે આ 11 ચાહકોની યાદમાં દરેક મેચમાં
આ સ્ટેડિયમમાં 11 સીટ કાયમ ખાલી રાખવામાં આવશે.
આ 11 ખામોશ જિંદગી યાદ બનીને સ્ટેડિયમમાં
હાજર રહેશે. વર્તમાન ચેમ્પિયન આરસીબી તેનો પહેલો મેચ 28 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ
વિરુદ્ધ રમશે. આ મેચથી આ 11 બેઠક ખાલી
રાખવાનો ક્રમ શરૂ થશે. આ ઉપરાંત આરસીબીના તમામ ખેલાડીઓ અભ્યાસ સત્ર દરમિયાન 11 નંબરની એકસમાન જર્સી પહેરશે.
જે એ 11 મૃતક ચાહકોને યાદમાં હશે. આ
ઉપરાંત સ્ટેડિયમમાં એક સ્મારક પણ બનાવવામાં આવશે. જ્યાં દર્શકો અને ખેલાડીઓ શ્રદ્ધાંજલિ
આપી શકશે.