• બુધવાર, 25 માર્ચ, 2026

મુંદરા : `તું ભગવાન છો ? હેં...?' કહીને ઢીબી નાખ્યો

ભુજ, તા. 24 : ગઇકાલે મુંદરામાં ચાલતી કારને ઓડીના ચાલકે પોતાની ગાડી આડી મૂકી રોકાવીને પૂછ્યું `તું ભગવાન છો..હેં...? કહીને અન્ય શખ્સને બોલાવી કારણ વિના બંને હાથના કડાથી માર મારી  અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે કિશનકુમાર ઓમપ્રકાશે નોંધાવેલી ફરિયાદ મુજબ તે તા. 23/11ના રાતે 10 વાગ્યા આસપાસ નદીનાકા પાસે તેની કારની આગળ એક ઓડી કાર મૂકી મારી ગાડીને રોકાવી હતી અને તેમાંથી ઊતરેલા શખ્સે મને પૂછ્યું. તું કોણ છો...તું ભગવાન છો ? હું સીધો સાદો માણસ છું.. કહી ફરિયાદી ત્યાંથી નીકળી ગયા બાદ ફરી આદર્શ ટાવર પાસે આ શખ્સે ગાડી રોકાવીને મારી બાજુમાં બેસી ગયો જે પીધેલી હાલતમાં લાગતો હતો. તેણે વિજય શર્માને ફોન લગાવી કહ્યું આ માણસ અહીંનો ભગવાન છે. તું અહીં આવ. તું પોતાને ભગવાન માને છે...ફરિયાદીએ ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો આપવા માંડયો...અને હાથમાંના કડા વડે ફરિયાદીના મોઢા પર માર માર્યો એટલામાં વિજય શર્મા ત્યાં આવીને ફરિયાદીને કહ્યું તું આ ઓડીવાળા ધ્રુવરાજસિંહ ચૂડાસમાને ઓળખતો નથી....તને હવા આવી ગઇ છે. કહી ગાળા-ગાળી કરી કહ્યું ફરી સામે આવીશ તો જાનથી મારી નાખશું. બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd