• બુધવાર, 25 માર્ચ, 2026

પશ્ચિમ એશિયાની કટોકટી મુદ્દે સરકારની આજે સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી, 24 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ આ કટોકટીના પગલે સરકારે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરે તેવી શક્યતા છે, જ્યારે વિદેશમંત્રી એસ. જયશંકર પણ હાજર રહી શકે છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં સામેલ થવા અંગે અટકળો છે. વિપક્ષે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી, તો કોંગ્રેસ અને અન્ય અનેક વિપક્ષી પક્ષો યુદ્ધ અને ભારત પર તેની અસર અંગે સરકારને સતત પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે આ બેઠકમાં સરકાર તમામ પક્ષોને યુદ્ધથી ભારત પર થનારી અસરો અંગે વિગતો આપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સંસદમાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે ઊભી થયેલી મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓ લાંબા સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવા સાથે રાષ્ટ્રને તૈયાર અને એક રહેવા હાકલ કરી હતી. તે વચ્ચે બુધવારે સર્વપક્ષીય બેઠક યોજાવાની છે. 

Panchang

dd