ભુજ, તા.24 : થોડા દિવસ પૂર્વે નખત્રાણા
તાલુકાના લુડબાયના સરપંચની ગેરકાયદે હોટેલનું દબાણ દૂર થયું હતું. જેમાં સરપંચે ગામના
એક શખ્સ સામે શક-વહેમ રાખી તેને આ 25 લાખની નુકસાની આપવા ધાકધમકી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે
આજે હાજીપીર પોલીસ મથકે લુડબાયના સુલતાન આચાર જતે આરોપી એવા લુડબાયના સરપંચ જબાર હેબત
જત સામે ફરિયાદ નોંધાવી છે. આજે સવારે લુડબાયના ત્રણ રસ્તા પાસે ફરિયાદી સુલતાનને આરોપી
જબારે જણાવ્યું કે, મારી હોટેલ
તેં તોડાવી છે આથી મને 25 લાખનું નુકસાન
થયું છે જે તું મને આપ નહિતર હું તને ખોટા
કેસમાં પુરાવી દઈશ અને મારી સ્કોર્પિયો તારા ઉપર ચડાવી દઈશ. આમ બળજબરીથી નાણાં પડાવવાની
ફરિયાદ હાજીપીર પોલીસે નોંધી તપાસ પીએસઆઈ વી.ડી. ગોહિલે આદરી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફરિયાદી સુલતાને
પણ ગેરકાયદે દબાણ કર્યું છે જે અંગે સરપંચ જબારે નોટિસ પાઠવી છે. આમ ક્યાંક ફરિયાદ
પાછળ આવાં કારણો જવાબદાર હોવાનું પણ સમજાય છે.