નલિયા, તા. 24 : અહીં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ
બ્રાન્ચ (એલસીબી)એ દરોડો પાડી રૂા. 2.80 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની
ધરપકડ કરી છે. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે નલિયામાં રહેતા પૂર્વજિતસિંહ દિલાવરસિંહ
ઉર્ફે ભાણુભા ઝાલાના વરંડામાં તપાસ હાથ ધરતાં ત્યાંથી વિદેશી દારૂની 201 બોટલો (કિં. રૂા. 2,54,100) અને બિયરના 120 ટીન (કિં. રૂા. 26,400) મળી કુલ રૂ. 2,80,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે પૂર્વજિતસિંહ ઝાલાની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ માલ નખત્રાણાના અજયાસિંહ સોઢા
અને સોઢા કેમ્પ ખાનાયના રવિરાજસિંહ કલુભા સોઢાએ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. નલિયા
પોલીસે ત્રણે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અજયાસિંહ અને રવિરાજસિંહને
પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.