ગાંધીધામ, તા. 23 : ગુજરાત
સ્ટેટ ટેલબટેનિસ એસોસીએશન અને કચ્છ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસીએશનના ઉપક્રમે ગાંધીધામ ખાતે 13 વર્ષ
બાદ આયોજિત નેશનલ ટૂર્નામેન્ટનો દબદબાભેર
આરંભ થયો હતો. ટૂર્નામેન્ટના આરંભે જ ગુજરાતની ટીમનો શાનદાર દખાવ થયો હતો. ઈન્ડોર સ્ટેડીયમ ખાતે એક સાથે
મેચનો આરંભ થયો ત્યારે અનેરો માહોલ સર્જાયો હતો. હરીશ સંગતાણી સ્પોર્ટસ
કોમ્પ્લેક્સ ખાતે સવારે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ
પ્રાગટય કરી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો આરંભ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર મનિષ
ગુરુવાણીએ પ્રાસંગિક વકતવ્ય આપતાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવી
ગાંધીધામમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આયોજન બદલ આયોજકોને
બિરદાવ્યા હતા. જીએસટીટીએના ચીફ પેટ્રન સનદી અધિકારી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું
કે, સબ
જુનિયર અને કેડેટ્સની આ નેશનલ ટૂર્નામેન્ટનું આયોજન થયું છે તે આનંદની વાત છે.
અમદવાદ જેવાં શહેરમાં પણ સ્ટેડીયમ સહિતની માળખાકીય સુવિધા નથી, તેવી સુવિધા ગાંધીધામ ખાતે વિકસાવવામાં આવી છે. લોકોને આ ટૂર્નામેન્ટ જોવા
માટે આવવા અનુરાધ કરાયો હતો. ઉદ્ઘાટન સત્ર બાદ જ ઈન્ડોર સ્ટેડીયમ ખાતે 16 ટેબલમાં
વિવિધ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો. બોયઝ અંડર-15ની ટીમ
સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી,
જેમાં ભારતના જુદા-જુદા રાજ્યની 32 ટીમ
ખિતાબ જીતવા માટે સ્પર્ધામાં ઊતરી હતી. ટીમ ઈવેન્ટની સાથે જ યૂથ બોયઝ અંડર-11 અને
અંડર-15 કેટેગરીની મેચો પણ સમાંતર ચાલુ થઈ હતી. ટૂર્નામેન્ટના આરંભે
જ યજમાન ગુજરાતની ટીમની શાનદાર શરૂઆત થઈ હતી. ગ્રુપમાં અંડર 15માં
ગુજરાતની ટીમ ટોપમાં રહી હતી. મધ્યપ્રદેશ,
છત્તીસગઢ અને અંદમાન-નિકોબારની ટીમને ગુજરાતની ટીમે પછડાટ આપી હતી.
ઉદ્ઘાટન સત્રમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ના નિષાદ શાહ, એસીટી
ગ્રુપના અધ્યક્ષ ટી.વી. સુઝાન, ફ્રેન્ડ્સ ગ્રુપના ડિરેક્ટર
જીતેન્દ્ર સિંધવી અને મૃદુલ સિંધવી, વિનએશિયા ગ્રુપના અજય
નાયર, બાપુસ ગ્રુપના ડિરેક્ટર ભૂપેન્દ્રાસિંહ જાડેજા,
ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદમંત્રી
મહેશ તીર્થાણી, વૃદ્ધિ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર અનિલ ચંદનાની,
ભરત રાજાણી, રણજીત સિંહ, ઉમેશ નેનવાણી, જટાશંકર શાહી, લલિત
નાથાણી, અભિનવ અભિષેક, સુરેશ કે. શર્મા,
એન. ગણેશન, કોમ્પિટિશન મેનેજર, જીએસટીટીએના કાર્યકારી પ્રમુખ કુશલ એચ. સંગતાણી, તુલસી
સુઝાન, હરિ પિલ્લાઈ, મનીષ હિંગોરાણી
તેમજ સંસ્થાના સ્થાપક સદસ્યો, કાર્યકારી સભ્યો તેમજ મોટી
સંખ્યામાં ખેલાડીઓના પરિવારજનો હાજર રહ્યા હતા. આવતીકાલે પ્રિ-ક્વાટર ફાઈનલનો જંગ જામશે.