• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આરસીબી સામે ગુજરાત જાયન્ટસની હાર

વડોદરા, તા. 19 : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાયલી સતદારે (ત્રણ વિકેટ) સહિત આક્રમક બોલિંગ આક્રમણના જોરે ગુજરાત જાયન્ટસને 61 રને હરાવી પોઈન્ટ ટેબલ પર પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. બેંગ્લોર 6 વિકેટે 1785 રન બનાવ્યા બાદ ગુજુરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 117 સુધી સીમિત રહી હતી. ગુજરાતના ઓપનર અને મધ્યક્રમ સહિતની બેટધરો બોલિંગ આક્રમણ સામે ટકી ન હતી અને ઝડપથી વિકેટો ગુમાવતાં ટીમને હારનો સામનો કરવો પડયો હતો. એક માત્ર કપ્તાન એશ્લી ગાર્ડનરે પીચ પર ટકી 54 રન બનાવ્યા હતલના. જેમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગાનો સમાવેશ થાય છે. અનુષ્કા શર્મા (18), ભારતી ફૂલમાલી (14) અને તનુજા કંવર (અણનમ 11) સિવાયની બેટધરો નિષ્ફળ રહી હતી. બેંગ્લોર તરફથી સાયલી સતઘરે (3 વિ.) ઉપરાંત નડીન ડી ક્લાર્ક (2), લોરેન બેલ છર(1), રાધા યાદવ (1) અને શ્રેયંકા પાટિલ સફળ બોલર રહી હતી. ડબલ્યૂપીએલની બીજી રાઉન્ડના મેચ આજથી વડોદરામાં શરૂ થઈ છે. આજની મેચમાં ગુજરાત જાયન્ટસ વિરૂધ્ધ પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 6 વિકેટે 178 રન થયા હતા. જેમાં ગૌતમી નાયકના પપ દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી 73 રન મુખ્ય હતા. આ સિવાય કપ્તાન સ્મૃતિ મંધાનાએ 23 દડામાં 4 ચોગ્ગાથી 26 અને વિકેટકીપર ઋચા ઘોષે 20 દડામાં 3 છગ્ગાની મદદથી 27 રન કર્યાં હતા. ગ્રેસ હેરિસ 1, જોર્જિયા વોલ પણ 1 અને રાધા યાદવ 17 રને આઉટ થઇ હતી. નડીન ડી કલાર્ક 4 અને શ્રેયંકા પાટીલ 8 રને અણનમ રહી હતી. ગુજરાત જાયન્ટસ તરફથી કેશવી ગૌતમ અને એશ્લી ગાર્ડનરને 2-2 વિકેટ મળી હતી. રણુકા સિંહ અને સોફી ડિવાઇનને 1-1 વિકેટ મળી હતી. આરસીબી ટીમ નવી મુંબઇની તમામ 4 મેચ જીતી 8 અંક સાથે પોઇન્ટ ટેબલ પર પહેલા સ્થાને છે.

Panchang

dd