• સોમવાર, 02 માર્ચ, 2026

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયાએ 3-0થી સફાયો કર્યો

હોબાર્ટ, તા. 1 : કારકિર્દીની અંતિમ મેચમાં કેપ્ટન એલિસા હિલી અને સ્ટાર બેટર મેથ મૂનીની સદીની મદદથી ભારત સામેની ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 18પ રને વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમની 3-0થી કલીનસ્વીપ કરી છે. પ્લેયર ઓફ ધ મેચ એલિસા હિલીએ કારકિર્દીની અંતિમ ઇનિંગમાં વિક્રમી 18 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 409 રનના જવાબમાં ભારતીય મહિલા ટીમ 4પ.1 ઓવરમાં 224 રને ઓલઆઉટ થઇ હતી. એલિસા હિલીએ સંન્યાસની ઘોષણા આ શ્રેણી અગાઉ કરી દીધી હતી. તેણે આજે કેરિયરની અંતિમ મેચમાં 8મી વન ડે સદી ફટકારી હતી. તેણે 98 દડામાં 27 ચોગ્ગા અને 2 છગ્ગાથી 18 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. જયારે બેથ મૂની 84 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી 106 રને નોટઆઉટ રહી હતી. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 92 દડામાં 14પ રનની ભાગીદારી થઇ હતી. જોર્જિયા વોલે 62 અને નીચેના ક્રમની બેટર નિકોલ કેરીએ અણનમ 34 રન કર્યા હતા. ભારત તરફથી શ્રીચારણીએ બે વિકેટ લીધી હતી પણ તેણે 10 ઓવરમાં 106 રન આપી અણગમતો રેકોર્ડ પણ બનાવ્યો હતો. સ્નેહ રાણાને 66 રનમાં 2 વિકેટ મળી હતી. 410 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય મહિલા ટીમ તરફથી કોઇ બેટર મોટી ઇનિંગ રમી શકી ન હતી. સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ઝીરોમાં આઉટ થઇ હતી. પ્રતિકા રાવલે 27, જેમિમા રોડ્રિગ્સે 42, કપ્તાન હરમનપ્રિત કૌરે 2, દીપ્તિ શર્માએ 29 અને સ્નેહ રાણાએ 44 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી અલાના કિંગે 4 વિકેટ લીધી હતી. 

Panchang

dd