માંડવી સહિત 10 ગામના દર્દીઓની તપાસ થઈ
માંડવી, તા. 14 : અહીંના માંડવીમાં સેવામંડળ અને
ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, મોતિયા મુક્ત
કચ્છ અભિયાન અંતર્ગત સેવામંડળના દવાખાનામાં યોજાયેલા નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર
કેમ્પનો માંડવી સહિત 10 ગામના 75 લોકોએ લાભ લીધો હતો. ભોજાય સર્વોદય
ટ્રસ્ટની હોસ્પિટલના ડો. સતિષભાઈ જોશીએ આંખોની તપાસણી કરી હતી. દર્દીઓને દવા નિ:શુલ્ક
અપાઈ હતી. ઓપરેશનલાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિ:શુલ્ક
કરી અપાયા હતાં. ભોજાય ટ્રસ્ટના ડો. સતિષભાઈ જોશી લક્ષ્મીચંદભાઈ ગોસર અને યશદિપાસિંહ
જાડેજાએ કેમ્પમાં સેવા આપી હતી. સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ઉપરાંત ટ્રસ્ટી મંડળના
ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે જહેમત ઉઠાવી
હતી. સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી, રેખાબેન સોની અને ડોલીબેન રાઠોડ સહ્યોગી રહ્યા હતાં. ઉલ્લેખનીએ છે કે,
દર માસના પહેલા રવિવારે સવારના 9-30 થી
12 વાગ્યા
સેવામંડળના મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) મુકામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
કરવામાં આવે છે. ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઇ ગડા અને સેવામંડળના પ્રમુખ
અશોકભાઈ શાહ અને ટ્રસ્ટીમંડળે જણાવ્યું હતું.