કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે શિલ્પ સંવાદ
કાર્યક્રમમાં કારીગરો સાથે કર્યો સીધો સંવાદ : સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ નિહાળ્યું
ભુજ, તા. 14 : કેન્દ્રીય
કાપડ મંત્રી ગિરિરાજાસિંહે કચ્છની મુલાકાત દરમિયાન, કચ્છના
વિવિધ હસ્તકલા અને હાથસાળ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન,
તેમણે કચ્છની સમૃદ્ધ પરંપરાગત કળા, હસ્તકલા,
અજરખ બ્લોક પ્રિન્ટિંગ અને હાથસાળ વારસા નિહાળ્યા હતા તથા આ ક્ષેત્રની
વિકાસ સંભાવનાઓ અને પડકારો પર સ્થાનિક કારીગરો, વણકરો,
ઉદ્યોગસાહસિકો, ડિઝાઇનરો અને નિકાસકારો સાથે ચર્ચાઓ
કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આગામી પાંચ વર્ષમાં
કચ્છની કળાને એક લાખ ઘર સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દેખાડી હતી. કેન્દ્રીય મંત્રીએ
ભુજ તાલુકાના અજરખપુર ખાતે લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ક્રાફ્ટ મ્યુઝિયમની મુલાકાત
લીધી હતી. તેમણે કચ્છની પરંપરાગત હસ્તકલા, ક્રાફ્ટ ટેકનિક અને
સમૃદ્ધ કળા તથા સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કલાકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને આ
પ્રદેશની વિશિષ્ટ હસ્તકલા પરંપરાઓ વિશે માહિતી મેળવી હતી. કેન્દ્રીય મંત્રી નિષ્ણાતો
સાથે ઇકો સિસ્ટમ ઊભી કરી જિલ્લા તંત્રને ખાસ સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ
કેન્દ્ર સરકારના લક્ષ્યને સાકાર કરવા બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનો સંકલ્પ વ્યકત કર્યો
હતો. તદઉપરાંત, શ્રી સિંહે એલએલડીસી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા
`િશલ્પ
સંવાદ'
કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, તેમણે ઙઈત,
બિનસરકારી સંસ્થાઓ, ઉદ્યોગસાહસિકો, નિકાસકારો, ખરીદદારો, ડિઝાઇનરો,
એવોર્ડ વિજેતાઓ અને ખઈઙ કારીગરોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી હતી.
ચર્ચાઓ હસ્તકલા ક્ષેત્રના સર્વાંગી વિકાસ, કારીગરો સામેના પડકારો,
તેમના ઉત્પાદનો માટે બહેતર બજાર પહોંચ પૂરી પાડવા, નિકાસની તકો વધારવા અને પરંપરાગત શિલ્પકલાને સમકાલીન ડિઝાઇન અને વૈશ્વિક બજારોની
માંગ સાથે જોડવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. અજરખ કારીગર ડો. ઇસ્માઇલ
ખત્રીનાં કાર્યસ્થળ અને નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે અજરખ હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ
યુનિટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે, તેમણે `ચલો
અજરખપુર'
પહેલ હેઠળ કાર્યરત એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.
એનઆઇએફડીના ડાયરેક્ટર સંજય સુદ, જિ.ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય
તેમજ કાપડ મંત્રાલય તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ
જોડાયા હતા. કેન્દ્રીય મંત્રીએ ભુજ તાલુકાના પ્રખ્યાત હાથસાળ ગામ ભુજોડીની મુલાકાત
લીધી હતી. અહીં, તેઓ હાથસાળ ક્ષેત્રની પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા
હસ્તીઓ દયાલ કુડેજા, ચમન પ્રેમજી અને વરિષ્ઠ વણકર વિશ્રામ વાલજીને
મળ્યા હતા. ગિરિરાજાસિંહે ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની પણ મુલાકાત
લીધી હતી. તેમણે 2001ના વિનાશક ભૂકંપની યાદોને સાચવતાં આ સ્મારક અને
સંગ્રહાલયનું નિરીક્ષણ કર્યું હતું અને આ આપત્તિમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ
કરી હતી. આ મુલાકાતમાં પરંપરાગત કારીગરો અને વણકરો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા, તેમની જરૂરિયાતોને સમજવા અને હસ્તકલા ક્ષેત્રમાં બજાર જોડાણો, ડિઝાઇન ઇનોવેશન, કૌશલ્ય વિકાસ અને નિકાસ પ્રમોશનને મજબૂત
કરવાની તકો શોધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.