મુંદરા, તા. 19 : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય
વિશ્વવિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવનાના પ્રસાર માટે એક વિશેષ `સંકલ્પ યાત્રા' યોજાઈ હતી. સમાજના દરેક વર્ગ સુધી પરમાત્માનો
સંદેશ પહોંચાડવાના હેતુથી 25 અલગ-અલગ પાંખ પૈકીની `િશાપિંગ, એવિએશન
એન્ડ ટૂરિઝમ' (એસએટી) વિંગ દ્વારા આ સંકલ્પ યાત્રા શરૂ કરવામાં
આવી છે. જે ગાંધીધામ થઈને મુંદરા ખાતે આવી પહોંચી હતી. આ અભિયાન અંતર્ગત મુંદરાની વિવિધ
શાળાઓ, અગ્રણી કંપનીઓ અને ટાઉનશિપ સહિત કુલ 10થી વધુ મહત્ત્વના સ્થળે આધ્યાત્મિક જાગૃતિના
કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મુંદરા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી સુશીલા
દીદીએ જણાવ્યું હતું કે, રાજયોગ એ મનને
મિત્ર બનાવવાની સરળ વિધિ છે, જેનાથી મન શાંત અને બુદ્ધિ એકાગ્ર
થાય છે તથા આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે. આ પ્રસંગે માઉન્ટ આબુથી ઉપસ્થિત એસએટી વિંગના
નેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્માકુમાર સંતોષભાઈએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. અમદાવાદ
કેન્દ્રથી ઉપસ્થિત બ્રહ્માકુમારી ભારતી દીદીએ મનની નબળાઈ જ વ્યક્તિને વ્યસનો તરફ ધકેલે
છે. બ્રહ્માકુમારી પ્રશાંતિબેન, ઉજ્વલાબેન, ગીતાબેન, તેજલબેન, સ્વીટીબેન તેમજ
કિરણભાઈ, નિખિલભાઈ અને કાનજીભાઈએ વિવિધ શાળા, કંપનીઓમાં સદભાવનાની સમજ આપી હતી. અદાણી હોસ્પિટલના ડો. ત્રિયાંક શુક્લા,
ગીતા મિશ્રા, ડો. શિલ્પા શર્મા, ડો. મૌલી શાહ તથા ડી.પી. વર્લ્ડના આલોક મિશ્રા, કાઉન્સિલર
નિમ્રતાબેન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુંદરાના અનિલ મેઘાણી,
વિવેકકુમાર વિગેરે સહયોગી રહ્યા હતા.