• બુધવાર, 24 જૂન, 2026

સામત્રાની દીકરીએ 6116 મીટર ઊંચું માઉન્ટ જોગીન-3 સર કરી ઈતિહાસ રચ્યો

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 23 : ભુજ તાલુકાના સામત્રા ગામની વતની અને પટેલ સમાજનું ગૌરવ એવા દક્ષાબેન વરસાણીએ 10 જૂન-2026ના ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય સ્થિત 6116 મીટર એટલે કે, 20,065 ફૂટ ઊંચા અત્યંત કપરા માઉન્ટ જોગીન-3ના શિખર પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન સાચા અર્થમાં પ્રકૃતિના પ્રહરી છે. એક હાથે વન અને વન્યજીવોનું રક્ષણ કરનાર અને બીજા હાથે હિમાલયની બરફીલી ચોટીઓ સર કરનાર દક્ષાબેનની આ સિદ્ધિ ખરેખર અભૂતપૂર્વ છે. અત્યાર સુધીમાં તેમણે ગામડાંના વિસ્તારમાં રહીને પોતાના જાનના જોખમે 752 જેટલા ઝેરી અને બિનઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તેમને સુરક્ષિત જંગલમાં મુક્ત કર્યા છે. 

Panchang

dd