ગાંધીધામ, તા. 23 : ઇઝરાયેલ અમેરિકા અને ઈરાની
વચ્ચેના યુદ્ધમાં હોર્મૂઝ સ્ટ્રેટ જળ માર્ગ અવરોધાયા બાદ પેટ્રોલ-ડીઝલ,ગેસ સહિત ની પેટ્રોલિયમ પેદાશો ઉપર ગંભીર અસર
જોવા મળી હતી. અને હાલના સમયે પણ સંધિ તેમજ શાંતિ મંત્રણા અને કરાર થયાં છે છતાં સ્થિતિ
સામાન્ય થતી હોય તેવું દેખાતું નથી પરિણામ પેટ્રોલિયમ પેદાશો પૈકીના ડામરની ગંભીર અછત
સર્જાઇ છે તેની સીધી અસર ગાંધીધામમાં જોવા મળી રહ્યું છે. ડામર ના અભાવે મહાનગરપાલિકા
વિસ્તારમાં લગભગ 10 થી વધુ માર્ગોના
કામો અટક્યા છે. શહેરના શિવાજી પાર્ક માર્ગ, જુની કોર્ટ થી લઈને અપના નગર ચાર રસ્તા સુધીનો માર્ગ,લૂંણનદેવ માર્ગ,સુંદરપુરી સહિતના 10 થી વધુ માર્ગો ના કામો ડામરના
અભાવે અટક્યા છે. કોન્ટ્રાક્ટરો ના કહેવા મુજબ સરકારી પેટ્રોલિયમ કંપનીમાં રૂપિયા ભર્યા
છે પરંતુ ઉચ્ચ કક્ષાએથી ડામર આવતો નથી એટલે કોન્ટ્રાક્ટરોને પણ ડામર મળતો નથી. તેના
પરિણામે માર્ગો ના કામો થતા નથી. પરંતુ જે તે સમયે જ્યારે ડામર મળતો હતો તે સમયે કોન્ટ્રાક્ટરો
દ્વારા પણ બેદરકારી દાખવામાં આવી હતી અને ધીમી ગતિએ કામ થતા હોવાથી સમય મર્યાદામાં
પણ કામો પૂર્ણ થયા નથી. પરિણામે ડામરની અછત
સર્જાણી છે તેવા સમયે હવે બધો દોષ નો ટોપલો ડામર ઉપર ઢોળવાનું શરૂ કર્યું છે. હાલના
સમય ખરેખર ડામર ની અછત છે પરંતુ તેમાં શહેરીજનો નો કોઈ વાંક નથી છતાં તેમને ખાડાઓ અને
માર્ગો ઉપરનો ગતિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. આ મોટાભાગના માર્ગોના અધૂરા કામો વરસાદ
દરમિયાન રીતસર મુસીબત બને તેવી સંભાવના છે. ડામર ના બહાને કોન્ટ્રાક્ટરો છટકી રહ્યા
છે પરંતુ મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિગ કમિટી ચેરમેન, કમિશનર અને ડેપ્યુટી કમિશનર
લોકો પ્રત્યેની જવાબદારીમાંથી છટકી શકે નહીં જેટલા માર્ગોના કામો અધૂરા છે તે ચોમાસા
દરમિયાન વરસાદમાં લોકો માટે મુસીબત બની જશે ત્યારે તેની જવાબદારી કોની ગંભીર પ્રશ્નો
જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય બજાર તેમજ અલગ અલગ વિસ્તારોમાં સીસી
રોડના તથા વરસાદી નાળાઓના કામો અધૂરા છે ગતિએ થઈ રહ્યા છે વરસાદ પહેલા તે પૂર્ણ થશે
કે કેમ તે સહિતના સવાલો પણ ખડા થઈ રહ્યા છે. - પેવર બ્લોકના ટેન્ડરમાં
ડામરનો અનુભવ મંગાયો : મહાનગરપાલિકાનો
એન્જાનિયારિંગ વિભાગ લાંબા સમયથી બિનઅનુભવી એન્જાનિયરોના કારણે કોઈ કોઈ કળાઓ થી સતત
ચર્ચામાં રહે છે તાજેતરમાં લગભગ દોઢ કરોડના પેવર બ્લોકના કામનું ટેન્ડર બહાર પાડ્યું
છે તેમાં પેવર બ્લોક ની કામગીરીનો અનુભવ માંગવાના બદલે ડામરની કામગીરી નો અનુભવ માંગવામાં
આવતા અનેક સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટરો આ બાબતે જવાબદારોને પૂછ્યું તો પણ સરખા
જવાબ મળતા નથી.સીટી ઈજનેર બદલાયા પણ કામગીરી અને કાર્યવાહીમાં સુધારો થતો નથી તેની
પાછળનું મુખ્ય કારણ બિનઅનુભવી એન્જાનિયરો હોવાનું મનાઈ રહ્યું છે. ખરેખર ઉચ્ચ અધિકારીઓએ
અનુભવી એન્જાનિયરને કામગીરી જરૂરી છે. - કોન્ટ્રાક્ટરોને ડામરમાં ભાવ
વધારો અપાયો : યુદ્ધમાં હોર્મૂઝ સ્ટ્રેટ જળ માર્ગ અવરોધાયા
બાદ પેટ્રોલિયમ પેદાશો ની અછતના કારણે પેટ્રોલ ડીઝલ સહિતમાં ભાવ વધારો થયો છે ડામરમાં
પણ 40 ટકા સુધીનો ભાવ વધારો આવતા
કોન્ટ્રાક્ટરોએ જે ભાવમાં ટેન્ડર ભર્યા છે તેમાં કામ થઈ શકે તેમ ન હોવાથી સરકાર સુધી
રજૂઆતો કરાઈ હતી. જેના કારણે ડામરમાં ભાવ વધારો આપવામાં આવ્યો છે. હાલના સમય જે કોન્ટ્રાક્ટરો
ડામરના કામો કરી રહ્યા છે તેમને તે ભાવ વધારે નો લાભ મળશે તેવું નાયબ મ્યુનિસિપલ કમિશનર
કહ્યું હતું.