• ગુરુવાર, 18 જૂન, 2026

અમદાવાદ ડિવિઝનને ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ ચાર મિલિયન મેટ્રિક ટન લાડિંગનો લક્ષ્યાંક

ગાંધીધામ, તા. 17 : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક છે પાલનપુર-સામખિયાળી સેક્શનનું  નિરીક્ષણ કરીને યાત્રીઓની સુવિધાઓ તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.  લોકોપાઈલટ અને ગાર્ડ સાથે સીધો સંવાદ કર્યો હતો, આ ઉપરાંત સામખિયાળી ખાતે નમક ઉદ્યોગકારો સાથે બેઠક કરી  હતી. જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ પાલનપુર-સામખિયાળી રેલવે સ્ટેશનમાં સંચાલનમાં સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવાના હેતુથી નિરીક્ષણ કર્યું હતું. પાલનપુરથી સામખિયાળી વચ્ચેના રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ ફાટકો અને ક્રોસિંગનું સઘન ટેકનિકલ નિરીક્ષણ કરીને વિન્ડો ટ્રાકિંગ તેમજ સુરક્ષાના ધોરોની ચકાસણી કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભીલડી અને લાકડિયા સ્ટેશન પર યાત્રી સુવિધાઓ રાનિંગ રૂમક્રૂ લોબીનું નિરીક્ષણ રનિંગ સ્ટાફને આપવામાં આવતી ભોજનની ગુણવત્તા, ફ્રૂટ રિલે ઇન્ટરલાકિંગ, સ્ટેશન માસ્તર કેબિનનું નિરીક્ષણ કર્યું હતું અને યાત્રી સુવિધાઓ માટે સંભવત તમામ સુધારાઓ કરવા માટેની સૂચનાઓ આપી હતી. સામાખિયાળી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ  કરાયા બાદ તેમણે સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી તથા માસ્ટર કેબિન, ફૂડ સ્ટોલ, પ્રતીક્ષાલય (વેઇટિંગ રૂમ), બાકિંગ કાઉન્ટર સહિત વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું  હતું. પ્રવાસીઓ સાથે વાતીચીત કરી હતી. રેલવે કોલોનીની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધા  અંગે જાત માહિતી  મેળવી હતી. જનરલ મેનેજરે સમીક્ષા કર્યા બાદ સામખિયાળી રેલવે સ્ટેશન ખાતે મીઠાંના વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને માલ લોડિંગ વધારવા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી.. પશ્ચિમ રેલવે વર્ષ 2029/30 સુધીમાં 200 મિલિયન ટન માલ લાડિંગનું લક્ષ્યાંક રાખ્યું  હોવાનું જણાવી અમદાવાદ ડિવિઝનને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધારાના ચાર મિલિયન ટન લાડિંગનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વેપારીઓ પાસેથી વિવિધ સૂચનો મેળવ્યા હતા અને રેલ પરિવહન દ્વારા મીઠાંના લાડિંગને વધુ પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. વેપારીઓ પણ તેમને મંડળના અધિકારીઓનો સતત સારો સહયોગ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન ગાંધીધામના ડી.આર.એમ.  વેદપ્રકાશ, એઆરએમ આશિષ ધાનિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd