• ગુરુવાર, 14 મે, 2026

ક્વિઝ સ્પર્ધા એ સામુદાયિક એકતાનું પ્રતીક

અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 13 : કચ્છી વીશા ઓસ્વાલ સ્થાનકવાસી જૈન મહાજન, જે કચ્છી સમુદાયને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દર વર્ષે, કવીઓએસજેએમ યુવાનો, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમ વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. તેની સંસ્કૃતિ સમિતિએ `ધ ટૂર્નામેન્ટ ઓફ માઇન્ડ્સ' નામની મેગા ક્વિઝ સ્પર્ધાનું મુંબઈ આયોજન કર્યું હતું. - 52 ટીમે સહભાગી બની : ક્વિઝમાં રમતગમત, મનોરંજન અને સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 52 ટીમે ભાગ લીધો હતો. ભાગ લેતી ટીમો કચ્છના ગામડાઓ તેમજ મુંબઈના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી હતી. - યુટયૂબ પર જીવંત પ્રસારણ : ક્વિઝ સ્પર્ધા કવીઓએસજેએમની યુટયૂબ ચેનલ પર પણ લાઇવ પ્રસારિત કરાઈ હતી, જ્યાં 4,000થી વધુ લોકો જોડાયા હતા.- યુવાઊર્જા-અનુભવનું સંતુલન : યુવાઊર્જા અને અનુભવનું મજબૂત સંતુલન જળવાય તે માટે દરેક ટીમમાં ઓછામાં ઓછા 2 પુરુષ સભ્યો અને 2 મહિલા સભ્યો રખાયા હતા.- ત્રણ રાઉન્ડની સ્પર્ધા : ત્રણ રાઉન્ડમાં વહેંચાયેલી આ સ્પર્ધામાં પહેલા રાઉન્ડમાં, બધી ટીમોને લેખિત પ્રશ્નાવલી આપવામાં આવી હતી, જેમાંથી 16 ટીમો બીજા રાઉન્ડમાં આગળ વધી હતી. બીજો રાઉન્ડ લાઇવ ક્વિઝ સ્પર્ધાનો હતો. ફક્ત 4 ટીમ અંતિમ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી. સ્પર્ધામાં `ટીમ કોડાય બી' વિજેતા રહી, જ્યારે `એસએસકવીઓએસજેએમ ગ્રે સેલ' રનર-અપ રહી હતી. સમુદાયની એકતા વધારવાનો ઉદ્દેશ`ધ ટૂર્નામેન્ટ ઓફ માઇન્ડ્સ'નો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી અને સમુદાયના વરિષ્ઠ સભ્યો વચ્ચે ટીમવર્ક, એકતા મજબૂત બનાવવાનો છે. હવે દર વર્ષે એક વખત આ ટૂર્નામેન્ટનું આયોજન થશે. - મહાનુભાવોએ ઉત્સાહ વધાર્યો : કવીઓએસજેએમ, વિગ્નેશ ભેદા (પ્રમુખ), અનિલ ગંગર (ઉપપ્રમુખ), રાજેન ધરોડ (સેક્રેટરી), કેતન સંઘવી (સેક્રેટરી) અને દીપક સત્રા (કોરોબારી સભ્ય) પણ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા હાજર હતા. ગિરીશ વિસરિયા કન્વીનર હતા. સંસ્કૃત સમિતિના કુસુમબેન છેડા, દીપેશ છેડા અને અલ્પા સત્તાવીએ પ્રતિયોગી ટીમનો જુસ્સો વધાર્યો હતો. સંચાલન `એમએડી'ના મિતુલ ગોગરી, અતુલ એડા અને દીપેશ છેડાએ કર્યું હતું, જ્યારે બીપીન શાહ સોફ્ટવેર ડેવલપર હતા. 

Panchang

dd