કોટડા (ચકાર), તા. 20 : રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીની શતાબ્દીના અવસરે કચ્છમાં લંડનની ઇન્ટરનેશનલ સ્કૂલે (સેડાતા)એ અહીંની
કૈલાસનગર શાળાના બાળકો તેમજ ગ્રામસ્વરાજ સંસ્થાના સહયોગથી 165 કિ.મી. સાઇકલ યાત્રામાં બાળકોએ
ત્રણ તાલુકાનો પ્રવાસ કરી ગાંધી સંદેશ આપ્યો હતો. કચ્છમાં ગાંધીજીના 100 વર્ષ અગાઉની પ્રવાસ યાત્રાને
અનુલક્ષીને લંડન યુરોપની સેડાતા ખાતે આવેલા શીશુકુંજ તેમજ ગ્રામ્ય સ્વરાજ સંઘ અને કૈલાસનગર
શાળાના બાળકો મિશન હરિઓમના માધ્યમથી 165 કિ.મી. સાઇકલ યાત્રા ત્રણ તાલુકામાં ફરી શાળાઓ-હાઇસ્કૂલો અને
ગાંધી વિદ્યાલયમાં રાષ્ટ્રપિતાનો સંદેશ આપ્યો હતો. સેડાતાથી કેરા, બળદિયા, રાપરથી પત્રી
ગામેગામ ગાંધીવાદી સંસ્થા-શીશુકુંજ સ્કૂલ (સેડાતા) અને કૈલાસનગરના બાળકોએ રાત્રિરોકાણ
કર્યું હતું. બીજા દિવસે બંને શાળાના 30 બાળક તેમના શિક્ષકો સાથે ફરાદી ગામે રાત્રિરોકાણ કરી બાળકો અને
મોટેરાઓને શતાબ્દી મહોત્સવનો ગાંધી સંદેશનો હેતુ સમજાવ્યો હતો. મહાત્માજી કચ્છ પ્રવાસને
100 વર્ષના મહોત્સવની આ શાળા તેમજ
બાળકોની ઉજવણી તેમજ 30થી વધુ સાઇકલસવાર
બાળકોને ગામલોકોએ વધાવ્યા હતા. તેમને ઠંડીથી બચવા ગરમ વત્ર અને નાસ્તો, ભોજન તેમજ બે રાત્રિરોકાણ માટેની તમામ વ્યવસ્થા
શીશુકુંજ, મિશન હરિઓમના સંચાલક હરિલાલભાઇ ભાનુશાલી, ગીતાબેન, ઋતુરાજસિંહ રાજપૂત, ભોજરાજજી
તેમજ શાળાઓના આચાર્યો, સ્ટાફે સંભાળી હતી. 165 કિ.મી. 27 ગામમાં બાળકોને ઘણું જાણવા
માણવા મળ્યું હતું. ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ તેના સંચાલકોનો સહયોગ અનેરો હોવાનું હરિભાઇએ
કહ્યું હતું.