ભુજ, તા. 3 : ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં
2026ના વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ
જોવા મળ્યું હતું. ત્યારે હોળીના પવિત્ર પર્વ અને ચંદ્રગ્રહણનો આ સમન્વય ખગોળશાત્રની
દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો સાબિત થયો છે. 19 વર્ષનું ખગોળીય ગણિત અને ખગોળશાત્રી નરેન્દ્ર ગોરે (સાગર) જણાવ્યું
કે, બરાબર
19 વર્ષ પહેલાં 3-4 માર્ચ, 2007ના રોજ પણ
હોળીના દિવસે જ આવું જ ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. પરંતુ કચ્છમાં ગ્રહણ સમાપ્તિ બાદ ચંદ્રનો ઉદય થતાં
ખગ્રાસને બદલે માંદ્ય ગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્ર ઉદય વખતે નિસ્તેજ ચંદ્રનો રંગ
આછો-પીળો-રતાશ પડતો જોવા મળ્યો હતો. આ ક્ષણોને ખગોળરસિકોએ કેમેરામાં કેદ કરી હતી. આ
અદ્ભુત દૃશ્યને નિહાળી ખગોળપ્રેમીઓ ભારે રોમાંચિત થઇ ઉઠયા હતા. સ્ટારગેઝિંગ ઇન્ડિયા
દ્વારા આ રસપ્રદ ક્ષણો અંગે સઘન અભ્યાસ કરાયો હતો.