• બુધવાર, 04 માર્ચ, 2026

નિરોણાથી રણુજા પદયાત્રી સંઘનું પ્રસ્થાન : 65 પદયાત્રી જોડાયા

નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : પાવરપટ્ટીના મુખ્યમથક સમા આ ગામથી પરંપરા મુજબ દરવર્ષની જેમ નીકળતા રણુજા પદયાત્રા સંઘે પ્રસ્થાન કર્યું હતું. વહેલી સવારે ગામના પાદરમાં આવેલા ફૂલપીરદાદા સમાધિ સંકુલ ખાતે પદયાત્રી સંઘ સાથે સંકળાયેલ 65 જેટલા લોકો ઉપરાંત મોટી સંખ્યામાં ગામલોકો એકત્ર થયા હતા. ફૂલપીરદાદાની સમાધિ ખાતે ધૂપદર્શન કરી પદયાત્રી સંઘ રણુજા ભણી રવાના થયો હતો. ચાલુ સાલે આ રણુજા પદયાત્રી સંઘમાં 65 પદયાત્રીમાં 12 મહિલાનો પણ સમાવેશ થાય છે. લગભગ 760 કિ.મી. લાંબી આ પદયાત્રા સંઘના મુખી તરીકે આયર ભીમા ભચા કોટવાલ ભૂમિકા નિભાવી રહ્યા છે. અંદાજે 17 દિવસ બાદ આ સંઘ આગામી ચૈત્ર સુદ બીજના રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા રામદેવરા (રણુજા) ખાતે આવેલા બાબા રામદેવપીરની મુખ્ય સમાધિ સ્થળે પહોંચશે તથા દર માસની અજવાળી બીજના યોજાતા ધાર્મિક ઉત્સવ પ્રસંગમાં જોડાઇ બાબા રામદેવજી મહારાજની સમાધિનાં દર્શન કરશે. 

Panchang

dd