ભુજ, તા. 20 : નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ
એસોસીએશન કચ્છ શાખા દ્વારા તાજેતરમાં હિલવ્યૂ રિસોર્ટ ભુજ ખાતે ગઅઇઇં ગુણવત્તા યાત્રા
સેમિનારનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમના
મુખ્ય સહયોગી એકોર્ડ હોસ્પિટલ ભુજ રહી હતી, ગઅઇઇંના ડો. રિતેશ ગુજરાથી અને રોમેશ નાઈ દ્વારા ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા
અને એન.એ.બી.એચ.ના માપદંડો હોસ્પિટલમાં કઈ રીતે લાગુ કરવાથી દર્દીને સારી સુવિધા અને
સારવાર પ્રાપ્ત થાય એના વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડયું હતું. કાર્યક્રમના પ્રારંભે
નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસીએશનના પદાધિકારીઓ, એકોર્ડ હોસ્પિટલના
તબીબો અને એન.એ.બી.એચ.ના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. ડો. વર્ષાબેન મજેઠિયાએ
આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરી વંદના કરી હતી. આ સેમિનારમાં એકોર્ડ હોસ્પિટલ ભુજના ડાયરેક્ટર
ડો. જ્ઞાનેશ્વર રાવે તબીબોને માર્ગદર્શન પૂરું પાડયું હતું, સાથે
સાથે એકોર્ડ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. જિતેન્દ્ર શર્મા, યૂરો સર્જન ડો. પાર્થરાજાસિંહ જાડેજા, ન્યૂરો સર્જન ડો.
પંકજ ભરાડવા અને ક્રિટિકલ કેર નિષ્ણાત ડો. દિલીપ વાઘેલા દ્વારા જુદા જુદા વિષયો પર
ઇન્ટીગ્રેટેડ સિસ્ટમના તબીબોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં
`નીમા'
કચ્છના અધ્યક્ષ ડો. રામ ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, ગુજરાત સરકારના ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા,
કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ
પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પ્રાસંગિક ઉદ્બોધન
કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ,
ભુજ નગરપાલિકા સત્તા પક્ષ નેતા કમલભાઈ ગઢવી, ભુજ
શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, ગુજરાત સ્ટેટ ગઈંખઅ પ્રમુખ ડો.
હસમુખભાઈ વૈદ્ય તેમજ ડો. ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી અને
માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયત અધ્યક્ષ
જનકાસિંહ જાડેજા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સૂંડાએ શુભેચ્છા પાઠવી હતી.
સંચાલન ડો. પ્રભવ અંતાણી તેમજ આભારવિધિ ગઈંખઅ કચ્છ મહામંત્રી ડો. મેહુલાસિંહ ઝાલાએ
કરી હતી, કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ ડો. જિતેન્દ્ર ભાનુશાલી,
ડો. આલાપ અંતાણી, મંત્રી ડો. રૂચિર અખાણી,
ડો. મહાવીરાસિંહ જાડેજા, ખજાનચી ડો. દિપેશ ઠક્કર,
ડો. જિજ્ઞેશ ઠક્કર, ડો. પુનિલ ધલે જહેમત ઉઠાવી
હતી.