• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગુડથર મતિયાદેવ ધામે ધણીમાતંગ દેવની પ્રતિમાનું લોકાર્પણ

નલિયા (તા. અબડાસા), તા. 20 : ગુડથર મતિયાદેવ ધામ ખાતે ધણીમાતંગ દેવની પ્રતિમાનું લોકાર્પણ કરાયું હતું. અખિલ મહેશ્વરી સમાજના ગાદીપતિ પીર માતંગદેવ નારાણદેવ લાલણ હસ્તે ધણીમાતંગ દેવની પ્રતિમાનું અનાવરણ કરી મહેશ્વરી સમાજ માટે ખુલ્લી મુકાઈ હતી. મતિયાદેવનાં સાનિધ્યમાં પ્રથમ વાર મતિયાદેવ ધામ ઉપર ધણીમાતંગ દેવની પ્રતિમા રખાઈ છે. કાર્યક્રમમાં બારમતી પંથ ઉમળકાભેર જોડાયો હતો તથા ધાર્મિક પૂજા-અર્ચના કરાઈ હતી. ધર્મસભા, સમૂહપ્રસાદ તથા દાંડિયારાસ યોજાયા હતા. સમસ્ત મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ સહિત મતિયાદેવના ભક્તો પ્રતિમાના અનાવરણ  કાર્યક્રમમાં ઊમટયા હતા. અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ ગુડથર દ્વારા  આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પંજહથા દાદા માતંગ માયા દાદા મતિયા, અડધા પીર દાદા વેરશીદાદા ભોજરાજ દાદા માતંગ, પા પીર દાદા ભારૂદાદા ભોજરાજ દાદા માતંગ, ધર્મગુરુ ભીમજી દાદા દામજી દાદા મતિયા, ગોપાલ દાદા હમીર દાદા માતંગ, મતિયા દેવ પૂજારી માતંગ કમલેશ લાલણ સહિત માતંગ ભાયાતો, ગાંધીધામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા, મહામંત્રી  વાલજીભાઇ બગડા, પેરાજભાઈ બળિયા, રાજેશભાઈ ભરાડિયા, પૂનમભાઈ દનિચાઅર્જુનભાઈ આયડી, કિશોરભાઈ દાફડા, વિપુલ મહેશ્વરી, પ્રેમ ફુફલ, રમી મહેશ્વરી, ધનરાજભાઈ ભરાડિયા, જેઠાલાલ માતંગ, હીરજીભાઈ નિંજણ, કમલેશભાઈ સિરોખા, હીરેન આયડી, ગોપાલ ફફલ, ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી સહિત મહેશ્વરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિમા  માટેના દાતાઓનું સન્માન કરાયું હતું.  કાર્યક્રમનું સંચાલન અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ ગુડથરના ખજાનચી પ્રકાશભાઈ મારાજ તથા પૂનમભાઈ ભરાડિયાએ કર્યું હતું. 

Panchang

dd