• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અબડાસા તા.માં 45 માર્ગનું થશે નવીનીકરણ

મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 3 : અબડાસા વિસ્તારના વિકાસનો સૂર્યોદય થઈ રહ્યો છે. આ વિસ્તારમાં રસ્તા અને વિકાસનાં કામો થકી ગામડાંઓની કાયાપલટ થઈ રહી છે તેવું 501.28 લાખના ખર્ચે થનારા ત્રણ માર્ગના રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. શ્રી જાડેજાએ આ અવસરે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા હેઠળ 45થી વધુ રસ્તાનાં કામો મંજૂર થયાં છે. આવનારા સમયમાં રસ્તા વધુ સગવડભર્યા બનશે. સરકારની ઉદારનીતિને પગલે નર્મદાનાં પાણી પાઈપલાઈન દ્વારા પહોંચાડી ડેમ-તળાવો ભરવાની કામગીરીથી અબડાસા નંદનવન બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ ધારાસભ્યના નેતૃત્વ થકી અબડાસામાં અનેક વિકાસકામો થયાં છે, થઈ રહ્યાં છે તેમજ થશે તેમ જણાવતાં દાયકાઓથી વરસાદથી જર્જરિત રસ્તાના નવીનીકરણથી મોટી સમસ્યાનો ઉકેલ આવશે તેમ ઉમેર્યું હતું. નાની બેર, ઐડા, છસરા-લૈયારી એપ્રોચ રોડ સહિતના રસ્તાના નવીનીકરણ બાદ રસ્તાનો પ્રશ્ન હલ થતાં લોકોની સુખાકારીમાં વધારો થશે. જિલ્લા પંચાયતના ચેરમેન મશરૂભાઈ રબારી, પુરુષોત્તમભાઈ મારવાડા (ન્યાય સમિતિ ચેરમેન ક.જિ.પં.), જયદીપસિંહ જાડેજા (પ્રમુખ, અ.તા. ભાજપ), કાનજીભાઈ ગઢવી, પરેશ ભાનુશાલી, અનુભા જાડેજા, સૈયદ કાદરશા બાવા, મહમંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, વિક્રમસિંહ ભાટી, પીયૂષભાઈ ભાનુશાલી, હર્ષરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, જય ભાનુશાલી, અજયસિંહ જાડેજા, નાની બેરના સરપંચ ઈબ્રાહીમ કેર તથા ગામ લોકો, ઐડા ગામે લખધીરસિંહ, લૈયારી ગામે સરપંચ સાગર રબારી તથા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો વિ. ઉપસ્થિત રહ્યા હતા. શાત્રોક્ત વિધિ શાત્રી કમલેશભાઈ, શંકરભાઈ મહારાજે કરાવી હતી.  

Panchang

dd