• મંગળવાર, 04 નવેમ્બર, 2025

કિડાણાની શાળામાં 147 બાળકીને સર્વાઇકલ કેન્સરની રસી અપાઇ

ગાંધીધામ, તા. 3 : ગાંધીધામ ઇન્નરવ્હીલ ક્લબ દ્વારા કિડાણા કન્યા પ્રાથમિક શાળામાં નવ વર્ષથી લઈને 14 વર્ષ સુધીની 147 બાળકીને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી. આ શિબિરનો હેતુ નાની ઉંમરની દીકરીઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો અને રસીકરણ દ્વારા તેમની તંદુરસ્તીનું રક્ષણ કરવાનું હતો. આ પ્રકલ્પ પૂર્વ પ્રમુખ દીપ્તિ ધરમશીનાં સંકલન અને સંસ્થાના સહયોગથી સાકાર કરાયો હતો. રસીકરણની કામગીરી ડો. જાગૃતિ ઠક્કર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.  શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ અને શિક્ષણ મંડળે વ્યવસ્થાઓ કરી હતી. આ પ્રસંગે પ્રમુખ દીપ્તિ ધીરિયાએ સ્વસ્થ દીકરી એટલે સુરક્ષિત ભવિષ્ય તેમ કહીને સમાજમાં જાગૃતિ અને સંવેદના અને જવાબદારીના સંદેશ સાથે રસીકરણની કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું. આ પ્રકલ્પ અને સફળ બનાવવા નીલમબેન તીર્થાણી, જાગૃતિ ઠક્કર, કૃષ્ણ મડૈયાર, અર્ચના અગ્રવાલ, રંજના ગર્ગ અને પૂજા કારમચંદાની સેવા આપી હતી અને બાળકીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

Panchang

dd