ભુજ, તા. 6 : નાગરિકોને સમાનતાને
હક્ક આપનાર બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની મહાપરિ નિર્વાણના 68 વર્ષના દિવસે
વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ભુજ કચ્છ જિલ્લા ડો. આંબેડકર પ્રચાર સમિતિ : ડો. ભીમરાવ
આંબેડકર સાહેબના મહાપરિનિર્વાણ તિથિ નિમિતે તેમની પ્રતિમાને ફુલહાર, પુષ્પ અર્પણ વદના
કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રમુખ ડી.એલ. મહેશ્વરી ઉપપ્રમુખ વી.એસ. કટુઆ, વનીતાબેન
બૌધ, ધીરજભાઇ રૂપાણી, ધર્મેન્દ્રભાઇ બૌધ, અર્જુનભાઇ દાફડા, રામજીભાઇ ઘેડા, શિવજીભાઇ
કન્નર વિગેરે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. ભુજ મૂળ નિવાસી મહાપુરૂષ પ્રેરણા ટ્રસ્ટ : ડો. બાબા
સાહેબ ભવન ભુજ ખાતે ટ્રસ્ટના અધ્યક્ષ કેશવભાઇ મચ્છોયા સહિત અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પિત
કરી હતી. સામાજિક શૈક્ષણિક સમાજના વિકાસ અંગે ચર્ચા કરાઇ હતી. હીરજીભાઇ સમ્રાટ, નારાણભાઇ
ગરવા, કાસમભાઇ જત, હિરજીભાઇ, નસીમબાનું, રામજીભાઇ સરપંચ, સમ્રાટ બ્રિજેશભાઇ, સાજનભાઇ
કાઠેચા, માવજીભાઇ વિગેરે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આભારવિધિ કાનજીભાઇ જેપારએ કરી
હતી. ભુજ કચ્છ જિલ્લા કોંગ્રેસ : બાબા સાહેબની
પ્રતિમાને હારારોપણ કરી વંદના કરાઇ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ વકતવ્ય
આપ્યું હતુ. રામદેવસિંહ જાડેજા, ગનીભાઇ કુંભાર, કાસમ સમા, ડો. રમેશ ગરવા, અભુ હિંગોરા,
હાસમભાઇ સમા, ધીરજ ગરવા, મુસ્તાક હિંગોરજા વિગેરે આગેવાનોએ શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા
હતા. માંડવી મહેશ્વરી મેઘવાળ સમાજ ટ્રસ્ટ : ડો. બાબા સભુજ ાહેબની જયકારના નારા સાથે
રેલી સ્વરૂપે જઇને પ્રતિમાને ફુલ હારારોપણ કરાયું હતું. મહેશ્વરી સમાજના પ્રમુખ હરેશભાઇ
ફુફલ, સમાજાના હોદેદારો, ટ્રસ્ટીઓ, સભ્યોએ પ્રતિમાને હારારોપણ કર્યું હતું. માંડવી
નગરપાલિકાના પ્રમુખ હરેશભાઇ વિંઝોડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. હરેશભાઇએ સંગઠીત રહેવા
હાકલ કરી હતી. દિનેશભાઇ મુછડીયાએ બહધારણીય અધિકારો વિશે જાગૃતતા પર ભાર મૂકયો હતો.
હિરજીભાઇ લાંભા, લક્ષ્મીચંદ ફુફલ, દામજી ડુંગરખીયા, હરશી ચંઢારીયા, દિનેશ ડુંગરખીયા,
ચાંપશી લાંભા, બાલારામ લાંભા, ભોજરાજ મતિયા, શંકર મતિયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ભુજ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજ : રાષ્ટ્રીય અનુ જાતિ આયોગ ભારત સરકારના માજી સબ કમિટિ
મેમ્બર તથા સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર આર. ગોહિલએ સમગ્ર વંચિતોના ઉદ્વારક ગણાવી બાબા
સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ મારવાડા સમાજના પ્રમુખ પચાણભાઇ સંજોટ, લખમણભાઇ મેરીયા,
મહેશભાઇ બગડા, પુંજાભાઇ વાણીયાએ પુષ્પાંજલિ આપી હતી. ભારતીય કલામધારી સંઘ નાડાપા :
રાષ્ટ્રીય પ્રમુખ વિજયકુમાર કાગી, રોહિત શેખવા, દિનેશ મેરિયા, મૂરજીભાઇ પટેલ, રાણાભાઇ
કાગીએ શ્રદ્ધાંજલિ આપી હતી. મુંદરા શહેર કોંગ્રેસ : શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રાસિંહ
જાડેજા, નગરપાલિકા વિપક્ષી નેતા ઇમરાન જત, કાઉન્સિલર જાવેદ પઠાણ અને નિમિતાબેન પાતારીયા,
તાલુકા પંચાયત વિપક્ષ ઉપનેતા આસરીયાભાઈ ગીલવા, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારીયા,
શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભગુભા જાડેજા, મંત્રી અશોક સોધમ, એડ. ઇમરાન મેમણ, એડ. કાનજી
સેડા, અશોક મહેશ્વરી, ગાવિંદ મહેશ્વરી, ઓસમાણ જુણેજા, પ્રકાશ મહેશ્વરી, મગન લાખિયા
વિ. એ ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબના દેશ અને સમાજ પ્રત્યેના યોગદાનને યાદ
કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંજાર નગરપાલિકા : દેવળીયા નાકા ગાર્ડન પાસે નગરપાલિકાના
પ્રમુખ વૈભવભાઇ કોડરાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. નટુભાઇ કાંઠેચાએ વક્તવ્ય
આપ્યું હતું ઉપસ્થિતોએ ડો. બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
શાસક પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી, શિલ્પાબેન બુદ્ધભટી, વસંતભાઇ કોડારાણી, ડેનીભાઇ
શાહ, કલ્પાબેન ગોર, રાજેશભાઇ ઠક્કર, લીલાંતીબેન પ્રજાપતિ, વિનોદભાઇ ચોટારા, મયાભાઇ
સિંધવ, ડાયાલાલ મઢવી, ઇલાબેન ચાવડા, દશરથભાઇ ખાંડેકા, જીગરદાન ગઢવી, અશ્વિનભાધ પંડયા,
ચીફ ઓફિસર પારસભાઇ મકવાણા, ખીમજીભાઇ સિંધવ, તેજપાલ લોચાણી, વિનોદભાઇ શામળિયા, જીતેન્દ્ર
જોશી, શંભુભાઇ આહીર વિગેરે હાજર રહ્યાં હતાં. અંજાર શહેર તાલુકા અનુ. જાતિ વકીલ મંડળ
: પબ્લિક પાર્ક ગાર્ડન પાસે પ્રતિમાને ફુલહારથી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. પ્રમુખ લાલજી
મહેશ્વરી, પ્રેમજી એમ. મહેશ્વરી, પ્રેમજી બી. મહેતા, વિજય ફુફૂલ, જખુભાઇ મહેશ્વરી,
વિનોદભાઇ મહેશ્વરી, જીતુભાઇ બારમેડા, દશરથ ખાંડેકા, ધીરજભાધ કાંગી, વિવિધ સંગઠનના પ્રતિનિધિ
હાજર રહ્યા હતા.